નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ 75 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા હતા. સોમવારે 78 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ મંગળવારે થોડા રાહત આપતા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 69,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 819 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,91,167 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
જ્યારે આણંદમાં 20, ભરૂચ, કચ્છમાં 20-20 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં 36, બનાસકાંઠામાં 18, જૂનાગઢમાં 35, ગીરસોમનાથમાં 14, દાહોદ-ખેડામાં 13-13, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાં 12-12, સાબરકાંઠામાં 11, છોટાઉદેપુરમાં 10, મહીસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં 9, વલસાડમાં 6, અરવલ્લી, બોટાદ, નર્મદામાં 5-5, તાપીમાં 4 કેસ મળીને કુલ 1280 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં હાલમાં 15631 કેસ એક્ટિવ છે, આ પૈકીના 79 વેન્ટિલેટર પર છે. જ્યારે 15,552 સ્ટેબલ કેસ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 77782 દર્દીઓ સાજા થયા છે જેના કારણે રિકવરી રેટ 80.66 ટકા થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66,363 ટેસ્ટ કર્યા હોવાનો તંત્રનો દાવો છે, જેના કારણે રાજ્યનો પ્રતિદિન પ્રતિ મીલીયન ટેસ્ટનો દર 1020.96એ પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)