નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus Vaccine)ની પ્રભાવી વેક્સીન વિકસિત કરવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા પ્રયાસોની વચ્ચે ભારત સરકારે શનિવારે કહ્યું કે દેશમાં વાયરસ (COVID-19)ના જીનોમને લઈને કરવામાં આવેલા બે અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે તે આનુવંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટા ફેરફાર (મ્યૂટેશન) નથી જોવા મળ્યા. (પ્રતીકાત્મક તસવીર)
કેટલાક એક્સપર્સે્વ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરલ (Coronavirus)ના સ્વરૂપમાં મોટા ફેરફાર થવાથી તેની પ્રભાવી વેક્સીન બનાવવામાં અડચણ ઊભી થઈ શકે છે. જોકે હાલના કેટલાક વૈશ્વિક અધ્યયનોમાં સામે આવ્યું છે કે વાયરસના સ્વરૂપમાં આવનારા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે હાલમાં વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીન પર કોઈ અસર નહીં પડવી જોઈએ. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગયા મહિને કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં કોઈ મોટું કે અગત્યનો ફેરફાર નથી જોવા મળ્યો. તેમણે કહ્યું હતું કે ICMR છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રાષ્ટ્રીય સ્તર પર એકત્ર કરવામાં આવેલા સ્ટ્રેન (વાયરસના સ્વરૂપ)નું મોટાપાયે અધ્યયન કરવામાં લાગેલી છે. તેમણે કહ્યું હતું કે વાયરસના સ્વરૂપમાં ફેરફારના સંબંધમાં ઓક્ટોબરના પ્રારંભમાં જાણકારી ઉપલબ્ધ હશે. (પ્રતીકાત્મક તસવીર)