Corona Second Wave Updates 16 June 2021: કોરોનાની બીજી લહેરનો કહેર દેશમાં ઓછો થઈ રહ્યો છે. ભારતમાં કોવિડ રિકવરી રેટ (India Covid Recovery Rate)માં સુધારો થતાં હવે તે 95.80 ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસો (Corona Active Cases) પણ 9 લાખથી ઓછા થતાં આંશિક રાહત મળી છે. આ ઉપરાંત રોજનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને 5 ટકાથી નીચે આવી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવાર 16 જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,224 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2542 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,96,33,105 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,19,72,014 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોને વેક્સીન આપવામાં આવી છે.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 જૂન, 2021 સુધીમાં ભારતમાં કુલ 38,33,06,971 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 19,30,987 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 352 કેસ નોંધાયા છે. જેની સામે 1006 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10007 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8884 થઈ ગઈ છે જ્યારે વેન્ટિલેટર પર ફક્ત 219 દર્દીઓ છે. હાલ રાજ્યમાં કુલ 8665 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,02, 187 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત જઈ આવ્યા છે. રાજ્યમાં 10007 દર્દીઓએ સરકારી ચોપડે કોરોનામાં જીવ ગુમાવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં આ ઉપરાંત 8 જિલ્લામાં કોરોનાના 0 કેસ નોંધાયા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં અને મહાનગરોમાં જોઈએ તો 1થી લઈને 48 મહત્તમ કેસ નોંધાયા છે. આમ કોરોનાની બીજી લહેરનો સૂર્ય અસ્ત થવાની અણીએ છે. તેની સામે રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરા શહેરમાં 168 અને સુરતમાંથી 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)