Coronavirus in India, 23 June 2021: કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દેશમાં નબળી પડી રહી છે. જોકે બુધવારે કુલ કેસોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ. ભારતમાં એક કરોડ કેસ માત્ર 50 દિવસમાં જ નોંધાયા હતા. ગયા વર્ષે 30 જાન્યુઆરીએ દેશમાં કોવિડનો પહેલો દર્દી મળ્યો હતો. બીજી લહેરમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. બીજી તરફ, કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 3 લાખ 90 હજારને પાર થઈ ગઈ છે. નોંધનીય છે કે, 21 જૂનથી ચાલુ થયેલા ફ્રી વેક્સીનેશન અભિયાનની ઝડપ બીજા દિવસથી ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,848 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,358 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,28,709 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 28,87,66,201 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 135 કેસ નોંધાયા છે. જેની સામે 612 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 (Covid19)ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10034 થયો છે. હાલમાં ફક્ત 5195 દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે કુલ 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 5073 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,07,424 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. (પ્રતીકાત્મક તસવીર)