

Coronavirus Updates in india : દેશમાં કોરોના વાયરસના કેસમાં હાલમાં સ્થિતિ તાબે છે પરંતુ વિશ્વમાં ફરીથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની વચ્ચે આજે 44,684 નવા કેસ નોંધાયા છે. સમગ્રમાં વિશ્વમાં 24 કલાકમાં 6.5 લાખ નવા કેસ નોંધાયા છે. ચિંતાની બાબત એ છે કે જે જે દેશોમાં કોરોના કાબૂમાં હતો ત્યાં ફરીથી કેસ આવી રહ્યા છે.


દરમિયાન છેલ્લા 24 કલાકમાં ભારતમાં 520 નવી મોત નોંધાઈ છે. અત્યારસુધીમાં દેશમા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 87,73,479 થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં 24 કલાક દરમિયાન 6.56 લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ -19 ના 7,802 નવા કેસ સાથે, રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે રોગચાળાથી પીડિત લોકોની સંખ્યા 4.74લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, વધુ 91 લોકોના મોત સાથે, કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 7,423 થઈ ગઈ છે.


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં શુક્રવારે રાતના આંકડા મુજબ 4,13 નવા કેસ નોધાય છે જયારે 127 નવા દર્દીઓનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના મૃતકોની સંખ્યા 45809 થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં 4543 દર્દીઓ સાજા પણ થયા છે.


હરિયાણામાં 24 કલાકમાં કોરોનાના 2688 કેસ નોંધાયા છે.અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 1.95 લાખથી વધુ દર્દીઓ ચેપના ભરડામાં આવી ગયા છે. આ ઉપરાંત વધુ 27 દર્દીનાં 24 કલાકમાં મોત થયા છે જેના કારણે મૃતકોની સંખ્યા 2006 થઈ ગઈ છે


રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાગકમાં 1152 નવા કેસ નોંધાયા છે જ્યારે અત્યારસુધીમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1.86 લાખથી વધી ગઈ છે. રાજ્યમાં ગઈકાલે વધુ 6 દર્દીનાં મોત થયા હતા જ્યારે શુક્રવારે 1078 દર્દીઓ સાજા થયા હતા. અત્યારસુધીમાં કુલ 1.69 લાખથી વધુ દર્દી સાજા થયા છે જ્યારે હજુ 12,389 દર્દી એક્ટિવ છે.