Coronavirus in India, 1 July 2021: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 40 હજારની નીચે પહોંચેલો આંકડો હવે 50 હજારની આસપાસ રહે છે. 30 જૂનના ચોવીસ કલાકમાં 48 હજારથી વધુ સંક્રમિત કેસો (Corona Positive Cases) સામે આવ્યા છે. બીજી તરફ, મોતના આંકડાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, દેશમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા (Covid Deaths in India) દર્દીઓની સંખ્યા 4 લાખને સ્પર્શવા આવી છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,786 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,005 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,04,11,634 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 33,57,16,019 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં Covid-19ના કેસોમાં ઘટાડો યથાવત રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 90 નવાં કેસો નોંધાયા છે અને 3 દર્દીઓના મોત થયા છે. આજે નવાં 90 કેસ સામે 304 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3013 પર પહોંચી છે. આજે રાજ્યમાં રસીના કુલ 2,84,125 ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રસીના કુલ 2,56,77,991 ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન એમ બે જ જિલ્લામાં 10થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 18 જિલ્લાઓમાં પાંચથી ઓછાં કેસ નોંધાયા છે અને 12 જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, મહીસાગર, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વલસાડમાં એક પણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)