દેશમાંથી બીજી લહેરની અસર (Second Wave of Coronavirus) ઓછી થઈ રહી છે. કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, કેરળ સહિતનાં કેટલાંક રાજ્યોમાં આજે પણ સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન દેશની સૌપ્રથમ કોરોના દર્દીને ફરીથી કોરોના થયો હોવાનું જાણવા મળે છે. આ દર્દી કેરળના ત્રીશૂરમાં રહે છે અને મેડિકલ સ્ટુડન્ટ છે. તે 2020ની 30 જાન્યુઆરીએ વુહાનથી પરત ફરી હતી. અત્યારે તેની સારવાર ઘરે જ ચાલી રહી છે.