

આ Asteroids માટે અંતરીક્ષ એજન્સી નાસા તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાસાએ કહ્યું કે, તેમાંથી 8 નીયર અર્થ ઓબજેક્ટ્સ ધરતીની એકદમ નજીકથી 5 જૂનથી આ અઠવાડીએ પસાર થશે. આ મામલે જાણકારી આપતા સેન્ટર ફોર નીયર અર્થ ઓબજેક્ટ્સ સ્ટડીઝે (CNEOS) કહ્યું કે, 5 જૂનથી એટલે કે, આજથી એસ્ટરોયડ્સ 2020 કેએન-5 ધરતી પાસેથી પસાર થશે. (ફોટો સાભાર - ટ્વીટર/@Sciencenews18HQ))


તેની સ્પીડ 12.66 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સીએનઈઓએસ અનુસાર, આ એસ્ટેરોય્ડ પૃથ્વી પાસેથી 61 લાખ કિમી દૂરથી પસાર થશે. આજે સાંજે 5.41 કલાકે એસ્ટેરોયડ 2020 કેએ6 ધરતીથી 44.13 લાખ કિમીના અંતરથી પસાર થશે. તેની સ્પીડ 41,651 કિમી પ્રતિ કલાકની હશે. (ફોટો સાભાર - NASA)


ત્યારબાદ બીજા દિવસે એટલે કે 6 જૂને સવારે 8.50 મિનીટ પર એસ્ટરોયડ 2002 એનએન-4 પૃથ્વી પાસેથી પસાર થશે. એસ્ટેરોયડ્સ 2002 એનએન-4ની સ્પીડ 40,140 કિમી પ્રતિ કલાકની હશે. નાસા અનુસાર, આ એસ્ટેરોયડ્સનો વ્યાસ 570 મીટર હશે. અન્ય શબ્દોમાં કહીએ તો, આ લગભગ 5 ફૂટબોલ ગ્રાઉન્ડ બરાબરનો હશે.


સવાર બાદ 6 જૂન રાત્રે 11.8 કલાકે એસ્ટરોયડ 2020કેક્યૂ-1 પસાર થશે. 6 જૂન સાંજે 4.30 કલાકની આસપાસ 2020 કેઓ-1 નામનો એસ્ટરોયડ પણ પૃથ્વી પાસેથી પસાર થશે. તેની સ્પીડ 21,930 કિમી પ્રતિ કલાકની હશે. જોકે, તેનો આકાર વધારે મોટો નથી. રાત્રે 8.45 મિનીટ પર ધરતીથી 14.31 લાખ કિમી દૂર એસ્ટેરોયડ્સ 2020 એલએ પસાર થશે. (ફોટો સાભાર - રોયટર્સ)


5 અને 6 જૂન બાદ 7 જૂન બપોરે 12.03 પૃથ્વી પાસેથી એસ્ટરોયડ્સ 2020 કેએ7 પસાર થશે. તેની ગતિ 26,424 કિમી પ્રતિ કલાક છે. માત્ર એક કલાકની અંદર જ 7 જૂને જ બપોરે 12.45 કલાકે પૃથ્વીની બાજુમાંથી એસ્ટરોયડ્સ 2020 કેકે-3 પસાર થશે. આ ધરતીથી લગભગ 68.02 લાખ કિમી દૂરથી પસાર થશે. જોકે, આ એસ્ટરોયડ પૃથ્વી પાસેથી પસાર થવા પર શું અસર થશે, તેની જાણકારી હજુ સુધી મળી નથી. (ફોટો સાભાર - NASA)