Coronavirus cases India, 27 July 2021: ભારતમાં કોરોનાને લઈ થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. 132 દિવસના લાંબા સમયગાળા બાદ એક દિવસમાં સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા 30 હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ 4 લાખની નીચે થઈ ગઈ છે. 124 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી નીચે આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 160 દિવસ બાદ પહેલીવાર એક દિવસમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,689 નવા (Coronavirus cases india) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 415 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 44,19,12,395 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.