Covid-19 in India: દેશમાં ફરી એક વાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. તાજા આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ કોરોના (COVID-19)ના ગ્રાફે ડરાવવાનું શરૂ કરી દીધું છે. ગત એક સપ્તાહમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે તેણે ડિસેમબર બાદના તમામ આંકડાઓને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના કેસમાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વાયરસના કારણે મૃતકોની સંખ્યા 6 સપ્તાહમાં સૌથી વધુ 28 ટકા વધી છે. (Photo: ANI)
દેશમાં કુલ 2.99 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,291 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 118 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,13,85,339 થઈ ગઈ છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 810 કેસ નોંધાયા છે. જેની સામે 586 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4424 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.82 ટકા છે. અત્યાર સુધીમાં 19,77,802 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (Corona Vaccine) પ્રથમ ડોઝ અને 5,00,635 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 165, સુરતમાં 241, વડોદરામાં 117, રાજકોટમાં 70, ભાવનગરમાં 29, મહેસાણામાં 18, ખેડા, પંચમહાલમાં 17-17, આણંદ, ગાંધીનગરમાં 16, મોરબીમાં 13-13, દાહોદ, પાટણમાં 10-10 સહિત કુલ 810 કેસ નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદર એમ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)