

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં જે સમયે કોરોના વાયરસ (Coronavirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે તે સમયે દરેક દેશ ભારત (India)ની તૈયારીઓના વખાણ કરી રહ્યા છે. અમેરિકા (America)થી લઈને બ્રિટન (India)સુધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને તેમના તરફથી ભારતમાં કોરોના સામે લડવા માટે કરવામાં આવેલી તૈયારીઓના વખાણ કર્યા છે. એવામાં સવાલ ઊભો થાય છે કે એવું કયું કારણ હતું જેણે દુનિયાના તાકાતવાન દેશ અમેરિકાને ઘૂંટણીયે લાવી દીધું અને ભારત હજુ પણ મજબૂતીની સાથે કોરોનાનો મુકાબલો કરી રહ્યું છે.


નોંધનીય છે કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસને લઈને ભારત તરફથી ભરવામાં આવેલા પગલાંના વખાણ કર્યા છે. તેની સાથે જ WHO પહેલા પણ કહી ચૂક્યું છે કે ભારતની પાસે એ તાકાત છે જેના બળ પર તે કોરોના વાયરસને સરળતાથી હરાવી દેશે. ભારતમાં પ્રતિ 10 લાખમાં માત્ર 3.8 ટકા કેસ જ સંક્રમણના છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી છે.


કોરોના વાયરસથી દુનિયાભરમાં 11 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી અમેરિકામાં 4.68 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું કહેવાય છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 16 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 6 હજારની આસપાસ છે જ્યારે મૃત્યુઆંક 200ની નજીક છે. તો આવો જાણીએ ભારતના એ પાંચ પગલાં જેણે દર્શાવી દેશની તાકાત...


પહેલું પગલું - ભારતમાં કોરોનાને આવવામાં સમય લાગ્યોઃ ભારત માટે સૌથી સારી વાત એ રહી કે કોરોના જ્યારે દુનિયામાં ફેલાઈ ચૂક્યો હતો ત્યારે ભારત સમગ્રપણે સુરક્ષિત હતો. ચીનમાં જે ઝડપથી કોરોના વાયરસ વધ્યો ત્યારબાદ તેણે લૉકડાઉન કરી દીધું. ચીનના આ પ્રયાસને જોતાં ભારતે પણ હિંમત દર્શાવી અને વિદેશી નાગરિકોને ભારત આવવા પર આકરા પગલાં લીધા. જ્યારે વાયરસ યૂરોપ તરફ વધ્યો તો તેની ભયાનકતાનો અંદાજો લાગી ગયો પરંતુ ત્યાં સુધી ભારતને તેની સામે લડવા માટે ઘણો સમય મળી ગયો. અમેરિકાને લાગ્યું કે તેની સીમાથી ચીન ઘણું દૂર છે અને કોરોનાથી તેને કોઈ ખતરો નથી. આ વાત તેની સૌથી ભૂલ ભરેલી સાબિત થઈ.


બીજું પગલું- ભારતે સમયસર લૉકડાઉન જાહેર કર્યું - ભારતમાં જ્યારે કેટલાક જ કેસ કોરોનાના સો આવ્યા હતા ત્યારે મોદી સરકારે લૉકડાઉનનો નિર્ણય લીધો. બાકી દેશોને કોરોનાની ભયાનકતા જાણવામાં ઘણી વાર લાગી. ભારતે પહેલા જ આકરા નિર્ણય લઈને સમગ્રદેશમાં લૉકડાઉન કરી દીધું, જેના કારણે કોરોનાની ચેઇન તોડવામાં ઘણી મદદ મળી. ભારત સરકારે 24 માર્ચે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી દીધી હીતી. ત્યારથી જ સમગ્ર દેશના બજાર, મૉલ, સ્કૂલ બંધ છે. દરેકને ઘરથી જ કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.


ત્રીજું પગલું- ભારતમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો પૂરતો જથ્થોઃ વૈજ્ઞાનિક શોધમાં જાણવા મળ્યું કે મલેરિયા માટે ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વાયરસના દર્દીઓ માટે પણ ઘણી મદદદરૂપ છે. વૈજ્ઞાનિકોએ આ શોધ બાદ ભારતમાં દર્દીઓને આ દવા આપવામાં આવવા લાગ્યા. ત્યાં સુધી કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જાતે વડાપ્રધાનને ફોન કરી દવાની માંગ કરી. આ દવા ભારત માટે સંજીવની સાબિત થઈ એન દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો. ભારતમાં દર વર્ષે મલેરિયાથી ઘણા લોકો જીવ ગુમાવે છે, તેથી આ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનું ખૂબ ઉત્પાદન કરવામાં આવે છે.


ચોથું પગલું- ડૉક્ટરોને મળી વિશેષ પ્રકારની ટ્રેનિંગઃ કોરોના સામે લડવા માટે હજુ સુધી કોઈ પણ દેશ વેક્સીન તૈયાર નથી કરી શકી. તેમ છતાંય જે દેશમાં ડૉક્ટરોની ટીમ સારી છે તે આ જંગને જીતી રહી છે. ભારત તેમાં પણ અન્ય દેશોથી ઘણું આગળ જોવા મળી રહ્યું છે. ભારતમાં જ્યોર કોરોનાના કેસ આવવાના શરૂ પણ નહોતા થયા ત્યારથી અહીંના ડૉક્ટરોને દરરોજ 100 દર્દીઓને સારવાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમને એ પણ ખબર હતી કે જો દર્દીઓની સંખ્યા 500 કે 1000 સુધી પહોંચી તો શું કરવાનું છે. ભારત સરકારને ખબર છે કે અહીંની વસ્તીના હિસાબથી હૉસ્પિટલો ઓછી છે તેથી તૈયારી પણ એવી જ હોવી જોઈએ.


પાંચમું પગલું- કોરોના વાયરસને બીજા ચરણમાં જવાથી રોક્યોઃ બીજા દેશોની ભૂલોથી ભારતે ઘણું બધું શીખ્યું. ભારત જાણી ચૂક્યું હતું કે કોરોના સામે જંગ જીતવી છે તો તેને બીજા ચરણમાં જવાથી રોકવો પડશે. ભારતને ખબર હતી કે ત્રીજા ચરણમાં તેને રોકવો સરળ નથી. નોંધનીય છે કે, પહેલા ચરણમાં વિદેશથી આવેલા લોકોમાં તેના લક્ષણ જોવા મળે છે, બીજા ચરણમાં તેના સંપર્કમાં આવનારા લોકોમાં ફેલાય છે અને ત્રીજા ચરણમાં તે કોમ્યુનિટીમાં ફેલાવા લાગે છે. સરકારે તેને રોકવા માટે લઈને ઉત્તમ પ્લાનિંગ કર્યું છે.