Corona Second Wave: દેશમાં કોરોનાની બીજી લહેરે સંક્રમણ અને મોતના તમામ જૂના આંકડાઓના રેકોર્ડ તોડી દીધા છે. વિશેષમાં ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા સોમવારે દોઢ કરોડને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસો પણ 20 લાખની આસપાસ છે. મહારાષ્ર્eની સ્થિતિ સૌથી વધુ ચિંતા કરાવનારી છે. (પ્રતીકાત્મક તસવીર)
સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,73,810 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,619 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,50,61,919 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 12,38,52,566 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 29 લાખ 53 હજાર 821 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,44,178 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 19,29,329 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,78,769 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ 26,78,94,549 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 13,56,133 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં વિક્રમજનક 10,340 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,891 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 110 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3694, સુરતમાં 2395, રાજકોટમાં 811, વડોદરામાં 589, મહેસાણામાં 389, જામનગરમાં 366, પાટણમાં 158, ભાવનગરમાં 198, બનાસકાંઠામાં 112, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમાં 98, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91, મહીસાગરમાં 89, સાબરકાંઠામાં 82, ગાંધનગરમાં 150, પંચમહાલમાં 74, જૂનાગઢમાં 122, મોરબીમાં 54, ખેડામાં 69, દાહોદમાં 69, બોટાદમાં 48, ગીરસોમનાથમાં 42, નર્મદામાં 42, અરવલ્લીમાં 32, છોટાઉદેપુરમાં 23, પોરબંદરમાં 18, ડાંગમાં 7 મળીને કુલ 10,3410 નવા કેસ નોધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 61,467 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 329 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 61,318 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,37,545 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5377 દર્દીનાં મૃત્યુ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 24, રાજકોટમાં 9, વડોદરા શહેરમમાં 8, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગર જિલ્લામાં 4, સુરત જિલ્લામાં 4, ભરૂચમાં 3, જામનગર 3, જામનગર શહેરમાં 3, બનાસકાંઠા, મહેસાણા, મોરબી, રાડકોટ જિલ્લો, સાબરકાંઠા, વડોદરા જિલ્લામાં 2-2, અમદાવાદ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, જૂનાગઢ જિલ્લો, ખેડામાં પ્રતિ-1 મળીને કુલ 110 નવા મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)