COVID-19 Pandemic in India, 28 June 2021: દેશમાં 12 એપ્રિલ બાદ 27 જૂને પહેલીવાર કોરોના સંક્રમણ (Corona Pandemic)થી થનારા મૃત્યુની સંખ્યા 1000ની નીચે નોંધાઈ છે. તેમાં ગત સપ્તાહ એટલે કે 14થી 20 જૂનની વચ્ચે કોરોનાથી થયેલા મૃત્યુમાં 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે ગત વર્ષથી અત્યાર સુધીનો સૌથો મોટો ઘટાડો છે. વિશેષમાં ભારતના કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate)માં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તે 96.80 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ (Corona Active Cases) 6 લાખથી નીચે જતાં આંશિક રાહત મળી છે. (પ્રતીકાત્મક તસવીર)
સોમવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,148 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 979 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,02,79,331 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 30,79,48,744 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાત (Gujarat Corona Cases Updates)ની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 112 કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 305 લોકો કોરોનાને મ્હાત આપી છે. આમ કોરોનામાંથી સાજા થવાનો દર 98.88 ટકા થયો છે. અત્યારે 21 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે 3666 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,051 દર્દીઓ મોતને ભેટ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત જિલ્લામાં 7 કેસ, વડોદરા જિલ્લામાં 7 કેસ, નવસારીમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, જામનગરમાં કોર્પોરેશનમાં 2 કેસ, જૂનાગઢમાં 2 કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ નોધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)