Corona Pandemic Updates in India, 25 June 2021: ભારતમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત (Corona Cases in India) થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી વધુ નોંધાઈ છે. એક્ટિવ કેસ (Covid Active Cases) પણ 6 લાખથી વધુ છે જે મોટું ચિંતાનું કારણ છે. કોરોનાની બીજી લહેર (Corona Second Wave) ધીમી પડી હોવા છતાં જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા એક હજારથી વધુ જ રહે છે. બીજી તરફ રાહતની બાબત એ છે કે, અત્યાર સુધીમાં 30 કરોડ 79 લાખથી વધુ લોકો કોરોનાની રસી (Corona Vaccination Campaign) લઈ ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 51,667 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,329 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,01,34,445 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 30,79,48,744 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 129 કેસ નોંધાયા છે. જેની સામે 507 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 10042 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.24 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 4427 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4376 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 808418 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 26, સુરતમાં 26, વડોદરામાં 15, રાજકોટમાં 14, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, વલસાડમાં 5-5, જામનગર, નવસારીમાં 4-4, અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકામાં 3-3, આણંદ, કચ્છ, મહેસાણા, પંચમહાલમાં 2-2, ગાંધીનગર, પોરબંદર, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 129 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ અને જૂનાગઢમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 45, સુરતમાં 145, વડોદરામાં 47, રાજકોટમાં 35, જૂનાગઢમાં 60, મહેસાણામાં 37, અમરેલીમાં 37, ગીર સોમનાથમાં 13 સહિત કુલ 507 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)