

Coronavirus Cases in India Latest News Updates: ભારતમાં કોરોના સંક્રમિતના કારણે થયેલા મોતની સંખ્યા 1.40 લાખને પાર થઈ ગયો છે. તેની સાથે જે કુલ સંક્રમિતોની સંખ્યા 96.44 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,011 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 482 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 96,44,222 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 91 લાખ 792 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,970 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,03,248 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,40,182 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,69,86,575 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 11,01,063 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર સૌજન્યઃ ICMR)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1514 કેસ નોંધાયા છે. જેની સામે 1535 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4064 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,17,333 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,742 છે. આજે રાજ્યમાં કુલ 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.35 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 296, અમદાવાદ જિલ્લામાં 36, સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 137, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 101, રાજકોટ જિલ્લામાં 44, ગાંધીનગર શહેરમાં 28, ગાંધીનગર જિલ્લામાં 30, મહેસાણામાં 73, સાબરકાંઠામાં 43, બનાસકાંઠા-પાટણમાં 37-37 સહિત કુલ 1514 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, રાજકોટમાં 3, સુરતમાં 2 જ્યારે અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 25, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 48, વડોદરા શહેરમાં 162, વડોદરા જિલ્લામાં 59 , રાજકોટ શહેરમાં 67, રાજકોટ જિલ્લામાં 51, મહેસાણામાં 53, બનાસકાંઠામાં 47, અમરેલીમાં 50, ગાંધીનગર શહેરમાં 31, ગાંધીનગર જિલ્લામાં 34 સહિત કુલ 1535 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)