ગ્વાલિયર : મધ્યપ્રદેશના (madhya pradesh)ગ્વાલિયર (Gwalior) માં કોંગ્રેસ (congress)યુવા નેતા ઋષભ ભદોરિયા (rishabh bhadoria)એ રવિવારે મોડી રાત્રે પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાત્રે અઢી વાગ્યે પતિ પત્ની વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ઋષભ ભદોરિયાને ખૂબ જ ગુસ્સો આવતા તેણે ગેરકાયદેસર પિસ્તોલથી પત્નીના માથામાં ધડાધડ ત્રણ ગોળીઓ મારી દીધી. પત્નીની હત્યા કર્યા બાદ (rishabh shot his wife) કોંગ્રેસ નેતા ઋષભ ભદોરિયા ફરાર થઈ ગયો હતો. ઋષભે પત્નીની હત્યા કરી તે સમયે તેમના બે નાના બાળકો સૂઈ રહ્યા હતા. પોલીસે આપેલ જાણકારી અનુસાર ઋષભનો તેની પત્ની સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે ઋષભે પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ઋષભ થાટીપુર પોલીસ સ્ટેશનના રામનગર વિસ્તારમાં રહે છે. રવિવારે રાત્રે અઢી વાગ્યે ઋષભ ભદોરિયાએ પત્ની સાથે કોઈ મુદ્દા પર વાત કરવાની શરૂ કરી હતી. વાતચીત દરમિયાન વિવાદ વધતો ગયો. પત્ની ભાવનાએ પોતાના પતિ ઋષભને સમજાવવાની કોશિશ કરી, પરંતુ વિવાદ વધુ વકરતો ગયો. ત્યાર બાદ ઋષભે પિસ્તોલ કાઢી લીધી. આ મામલો વધુ આગળ વધતા ભાવના ઘરની બહાર નીકળવા લાગી તે દરમિયાન ઋષભે પત્ની ભાવના પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી દીધી. પિસ્તોલ સીધી ભાવનાના માથા પર વાગી અને તે ત્યાં જ ઢળી પડી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઋષભ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઋષભ ભદોરિયા આરોપી છે - ઋષભ એક અપરાધિક રેકોર્ડ ધરાવે (rishabh bhadoria Crime Record) છે. વર્ષ 2001માં ઋષભ પર હત્યાનો કેસ દાખલ થયો હતો. તે પોતાની બહેનની હત્યાના મામલે પણ આરોપી છે. 2 એપ્રિલ 2018ના રોજ થાટીપુર વિસ્તારમાં જાતિગત હિંસા મામલે ઋષભ પર બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઋષભ ભદૌરિયા કોંગ્રેસ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.