

ન્યૂઝ18ગુજરાતીઃ મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા બાદ શનિવારે બેંગલુરુ પહેંચ્યાલા કૉંગ્રેસના નેતા (congress leader) અને પૂર્વ મંત્રી (former minister) ડીકે શિવકુમારનું (DK Shivakumar) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના સ્વાગત માટે 250 કિલો સફરજનની માળા બનાવી હતી જેને બે ક્રેઇનની મદદથી તેમને પહેરાવી હતી. તેમના સ્વાગતમાં જેડીએસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુારસ્વામી પણ હાજર હતા.


મની લોન્ડરિંગ કેશમાં ડીકે શિવકુમારને દિલ્હી હાઇકોર્ટે (delhi high court) 23 ઑક્ટોબરે જામીન આપ્યા હતા. કોર્ટે તેમને 25 લાખ રૂપિયાના બોન્ડ ભરવાનો આદેશ કર્યો છે. દિલ્હી હાઇકોર્ટે તેમને વિદેશ ન જવા માટે પણ આદેશ કર્યો છે. શિવકુમારની મની લોન્ડરિંગ કેસમાં (money laundering case) ઇડીએ 3 સેપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. ઇડી આ મામલામાં તપાસ કરી રહી છે.


ડીકે શિવકુમાર બેંગલુરુ પહોંચતા પહેલા તેમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. 250 કિલોગ્રામ સફરજનનો ઉપયોગ કરીને માળા બનાવી હતી.


ભારે ભરખમ માળાને ઉઠાવવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ (Bengaluru airport) ઉપર હાજર હજારો કાર્યકર્તાઓએ શિવકુમારનું સ્વાગત કર્યું હતું.


શિવકુમારે કર્ણાટના જનતાદળ (સેકુલર) અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બુધવારે આ પહેલા કૉંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિહાડ જેલ જઇને શિવકુમારની મુાકાત લીધી હતી.


મળતી માહિતી પ્રમાણે ન્યાયમૂર્તિ સુરેશ કૈતે કૉંગ્રેસ નેતાને રાહત આપતા કહ્યું હતું કે, શિવકુમાર વિદેશ ભાગી જવાની આશંકા નથી. તેમને એ પણ કહ્યું કે શિવકુમાર પુરાવાઓ સાથે છબરડા નહીં કરી શકે. દસ્તાવેજો તપાસ એજન્સીઓ પાસે છે.