

નવા કોંગ્રેસ અધ્યક્ષ કોને બનાવવામાં આવે? આ સવાલમાં પર આંતરિક ચર્ચા અને વિવાદ તો ચાલી રહ્યો હતો અને આ વચ્ચે પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે હવે કોઇ બિન ગાંધી વ્યક્તિને પાર્ટીનો કાર્યભાર સંભાળવો જોઇએ. ત્યારે આ વાતે જોર પકડ્યું. સોનિયા ગાંધીએ આ પદ છોડવાની વાત કહી છે અને હવે કોંગ્રેસના નવા અધ્યક્ષની શોધખોળ ચાલી રહી છે. ત્યારે હવે તેવા અધ્યક્ષની શોધ ચાલી રહી છે જે બિન ગાંધી હોવાની સાથે જ ચૂંટણીમાં પાર્ટીની મજબૂત છબી રજૂ કરી શકે.


જો કે તમને જણાવી દઇએ કે આવું પહેલીવાર નથી થઇ રહ્યું ભારતની આઝાદી પહેલા 1885મા કોંગ્રેસ પાર્ટી બની અને ત્યારથી 2020 સુધીમાં પાર્ટીના કુલ 88 અધ્યક્ષ રહ્યા છે. જેમાંથી 19 તેવા પાર્ટી અધ્યક્ષ હતા જે ગાંધી પરિવારથી નહતા આવતા. અને તેમ છતાં તેમણે પાર્ટીની કમાન સારી રીતે સંભાળી.


આઝાદી પછી કોંગ્રેસના પહેલા અધ્યક્ષ જેપી કૃપલાની હતા. તે 1947 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા. તે પછી 1948થી 1949 સુધી પટ્ટાભિ સીતારમૈયાના અધ્યક્ષ બન્યા હતા. 1950માં પુરુષોત્તમ દાસ ટંડને પાર્ટીની કમાન સંભાળી.


આ પછી પાર્ટીના બિન નહેરુ-ગાંધી અધ્યક્ષને લાંબો સમય રાહ જોવી પડી. તે પછી 1955 થી 1959 સુધી યુએન ઢેબર અધ્યક્ષ રહ્યા. 1960 થી 1963 સુધી નીલમ સંજીવ રેડ્ડી અધ્યક્ષ રહ્યા. 1964 થી 1967 સુધી કે. કામરાજ પાર્ટીના અધ્યક્ષ રહ્યા. જે પછી એન નિજલિંગપ્પા 1968 થી 1969 સુધી અધ્યક્ષ રહ્યા. 1970 થી 1971 સુધી જગજીવન રામ, 1972 થી 1974 સુધી શંકરદયાલ શર્મા, 1975 થી 1977 સુધી દેવકાંત બરુઆ, 1977 થી 1978 સુધી કાસુ બ્રહ્મનંદા રેડ્ડી, 1992 થી 1996 સુધી પીવી નરસિમ્હા રાવ, 1996થી 1998 સુધી સીતારામ કેસરી પાર્ટીના અધ્યક્ષ રહ્યા.


વળી ચોંકવનારી વાત એ પણ છે જે જ્યારે બિન ગાંધી વ્યક્તિએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારે પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. બિન ગાંધી પરિવારની અધ્યક્ષતામાં કોંગ્રેસ ખાલી ત્રણ વાર ચૂંટણી હારી છે. જ્યારે ગાંધી પરિવારના અધ્યક્ષ રહેવાથી પાર્ટી ચાર વાર ચૂંટણી હારી છે. આમ બિન ગાંધી પરિવારનો સક્સેસ રેટ 57 ટકા રહ્યો છે ફોટો સભાર - AP


ગાંધી પરિવારમાં રાજીવ, સોનિયા, રાહુલ જ તેવા અધ્યક્ષ છે જેમણે પાર્ટીની કમાન સંભાળી અને કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ઇન્દિરા ગાંધીની મોત પછી રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1989માં, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 1999માં અને કરારી હાર મળી હતી. તે પછી 2014માં ફરી એક વાર પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. અને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ 44 સીટો પર આવીને ઊભી રહી ગઇ છે.