

આધુનિક ફાઇટર પ્લેન રાફેલને અંબાલામાં મૂકવામાં આવ્યું છે. અંબાલામાં જે જગ્યાએ રાફેલ છે ત્યાંથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને તે ટૂંક સમયમાં પહોંચીને ધૂળ ચટાવી શકે છે. એરફોર્સમાં સામેલ થનાર આ આધુનિક વિમાનની સુરક્ષા પણ હવે તેટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે મોટી કિંમતે તેને લાવવામાં આવ્યું છે. અને સુરક્ષાની દ્રષ્ટ્રીએ પણ તે મહત્વનું છે.


ત્યારે એર માર્શલ માનવેન્દ્ર સિંહે અંબાલામાં ઉડતા કબૂતરોથી રાફેલને ખતરો થઇ શકે તે મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક પત્ર લખીને એરબેઝ નજીક ઉડતા પક્ષીઓથી અંબાલાના આકાશમાં ઉડતા રાફેલને નુક્શાન પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. જલ્દી જ અંબાલા એરબેઝથી 10 કિલોમીટરના દાયરામાં ઉડતા કબૂતરોથી છૂટકારો મેળવવા પગલા લેવાની વાત કરી છે જેથી રાફેલને આકાશમાં ઉડવાથી કોઇ સમસ્યા ન થાય.


અંબાલામાં ઉડતા રાફેલ અને જેગુઆરની નજીક જો કબૂતર ઉડે તો કોઇ પણ સમયે મોટી દુર્ધટના સર્જાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ મામલે એરમાર્શલે 5 ઓગસ્ટે એક પત્ર લખ્યો હતો. અને 28 ઓગસ્ટે તે શહેરના સ્થાનીય નિકાય વિકાભ અને અંબાલા નગર નિગરને મળ્યો હતો.


ત્યારે આ વિષયને ગંભીરતાથી લેતા અંબાલા નગર નિગમે 28 ઓગસ્ટના રોજે જ નોટિસ જાહેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે આવનારા દિવસમાં જો કોઇ પણ અહીં કબૂતર ઉડાવ્યા તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.