જળવાયુ પરિવર્તનની ખરાબ અસરથી બચવા માટે વિશ્વભરના અનેક દેશોએ 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્ય રાખ્યો છે. વૈશ્વિક સ્તરે ઉત્સર્જનને ઝડપથી ઓછું કરવાનું રહેશે. પરંપરાગત સ્ત્રોત સિવાય ઉડ્ડયન, કૃષિ અને સિમેન્ટ ઉત્પાદન જેવા પ્રદૂષણ ઉત્પાદક સ્ત્રોતને બદલવાના રહેશે, જે માટે ખૂબ જ સમય લાગી શકે છે. નિષ્ણાંતોએ નેટ ઝીરો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે 6 ઉપાયનું સૂચન કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
નિષ્ણાંતોએ સૌથી પહેલા ઉપાય તરીકે સ્પષ્ટ વિઝન રાખવાની જરૂરિયાતનું સૂચન કર્યું છે. કંવરશેસનના નિષ્ણાંત અનુસાર આ અંગે લોકોને કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવા માટેના રોકાણનો લાભ જોઈ શકશે અને ઉત્સર્જન સ્ત્રોતને સંપૂર્ણપણે રોકવું જરૂરી છે તે વાત સમજી શકશે. તે માટે નિષ્ણાંતોએ યૂકે સરકારની મિસાલ આપી કે જેમણે હજુ સુધી નક્કી કર્યું નથી કે કેટલો કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવા ઈચ્છે છે અને તે માટે કેવા ઉપાયો અપનાવશે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
મોટા પ્રમાણમાં કાર્બન દૂર કરવા માટેના પ્રયાસની પર્યાવરણ અને સમુદાય પર ખૂબ જ અસર થશે. સંપૂર્ણ ભૂભાગ અને જીવનચર્યામાં બદલાવ આવશે. સરકાર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરશે. લોકોએ ઈંધણ વાળા ઉપકરણો પર નિર્ભર રહેવાનું બંધ કરવું પડશે. જમીનના ઉપયોગમાં બદલાવ થશે. દરેક પ્રકારના ફેરફારનો લાભ મળવો જરૂરી છે અને સ્થાનિક લોકોના મૂલ્યો સાથે કોઈને કોઈ પ્રકારે જોડાયેલ હોવું જરૂરી છે. તે માટે પબ્લિક સપોર્ટ, લોકતાંત્રિક પ્રક્રિયાઓને આ તમામ પ્રયાસોમાં શામેલ કરવી, સમાધાનમાં વિભિન્ન સમુદાયનું આકર્ષણ જાળવી રાખવું જરૂરી છે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
કાર્બન ડાયોક્સાઈડને સંપૂર્ણપણે દૂર કરવા માટેના પ્રયાસ હજુ શરૂઆતના સ્તર પર છે તેવું કહી શકાય છે. જે માટે પ્રતિટન CO2 દૂર કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. સૌર અને પવન ઊર્જા, ઈલેક્ટ્રિક કાર જેવા ઉપાયો કરતા પણ વધુ મોંઘા થઈ શકે છે. સરકારે તે માટે પોલિસી બનાવીને નવી શોધ અને વિકાસ કાર્યોની સાથે નવાચાર વગેરેને પ્રોત્સાહન આપીને ખર્ચમાં ઘટાડો કરવો પડશે. આ ઉપાયોને પ્રોત્સાહન આપવાનું રહેશે, જે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે અથવા ખર્ચ ઓછો કરી શકે જેથી અન્ય લોકો પણ આ દિશાથી પ્રેરાઈ શકે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
કાર્બન ઓછો કરવાના કાર્યો એ ઉદ્યોગપતિ માટે કોઈ અવસર નથી. થોડા સમય સુધી ઝાડ છોડ જ માત્ર તેમાં એક અવસર પ્રદાન કરે છે. તદુપરાંત સરકાર દ્વારા કાર્બન દૂર કરવા માટે કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન કે પુરસ્કારની ઘોષણા કરવામાં આવી નથી. અમેરિકામાં 45Q ટેક્સ છૂટ, કેલિફોર્નિયામાં ફ્યૂઅલ સ્ટાન્ડર્ડ અને ઓસ્ટ્રેલિયામાં કાર્બન ફર્મિંગ જેવી અનેક પહેલથી દુનિયાના અનેક દેશ તેમાંથી પ્રેરણા મેળવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવા માટે મોટા સ્તર પર કાર્ય કરવાનું રહેશે. જે માટે દસ્તાવેજીકરણ અને સટીક માપણીની જરૂર રહેશે. તે વગર લોકોમાં ચિંતા રહેશે કે ખરેખર આ કાર્ય થઈ રહ્યા છે કે નહીં અથવા કાર્યોનું પરિણામ મળી રહ્યું છે કે નહીં. માટીમાં કાર્બન સ્ટોરેજનું સતત મોનિટરીંગ કરવું તે એ પડકારજનક બાબત છે. દુનિયાના અનેક દેશોમાં પ્રદૂષણ સંબંધિત રિપોર્ટિંગની સમસ્યા છે. પ્રદૂષિત વાયુને જમા કરવા માટે કોઈ એક પ્રણાલી પર સહમતિ નથી. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
કાર્બન દૂર કરવા માટેના પ્રયાસમાં માત્ર એકેડમિક સ્તર પર ભાગીદારી છે. ખરેખર આ સમસ્યા દૂર કરવા માટે સામાન્ય લોકો અને ખેડૂતોથી લઈને સમગ્ર વિશ્વની વૈશ્વિક સ્તરીય નાણાકીય સંસ્થાનોને સામેલ કરવાના રહેશે. યોગ્ય નિર્ણય લેવાના રહેશે. તે માટે ઉપરકરણોની જરૂરિયાત રહેશે. જેમાં દસ્તાવેજથી લઈને યોગ્ય ક્લાઈમેટ મોડેલ્સ હશે. જેનાથી સંશોધનને એક નવી દિશા મળશે જે પરિસ્થિતિની અસર જણાવવાની સાથે સમાધાનનું સૂચન પણ કરી શકશે. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)