આવું દેખાય છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, જોઇ લો અંદરની તસવીરો
તુર્કીના ઇસ્તાંબુલમાં દુનિયાના સૌથી મોટું એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયું, 29 ઓક્ટોબર એટલે કે તુર્કીના સ્વતંત્ર દિવસ નીમિત્તે એરપોર્ટનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાયું
તુર્કીના ઇસ્તાંબુલમાં દુનિયાના સૌથી મોટું એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયું છે, 29 ઓક્ટોબર એટલે કે તુર્કીના સ્વતંત્ર દિવસ નીમિત્તે એરપોર્ટનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રેચપ તૈયપ આર્દોઆનના હસ્તે કરવામાં આવ્યું હતું.
2/ 7
19 હજાર એકરમાં ફેલાયેલા આ એરપોર્ટ પરથી 9 કરોડ મુસાફરો સફર કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં અહીં સ્થિત 250 એરલાઇન્સની 350થી વધુ ફ્લાઇટ વિવિધ દેશોના સફર માટે ઉડાન ભરી શકશે.
3/ 7
એટલું જ નહીં આ એરપોર્ટની તમામ સુવિધા હાઇટેક છે, એરપોર્ટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તમામ સુવિધા આપવામાં આવી છે, આ એરપોર્ટને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો.
4/ 7
આ એરપોર્ટ બનતી વખતે અનેક વિવાદો પણ થયા હતા, જેમાં એરપોર્ટના કંસ્ટ્રક્શન દરમિયાન 30 વર્કર્સના મોત થયા હતા, જો કે અંતે 2018માં એરપોર્ટ બની ગયું.
5/ 7
આ એરપોર્ટને એટીસી ટ્યૂલિપ ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટનું નામ ન્યૂ ઇસ્તાંબુલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં ઉદ્ધાટન સમારોહોમાં 18 દેશના 50 નેતા ગોલ્ફ કાર્ટ પર સવાર ખઇને પહોંચ્યા હતા. જેમાં રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ખુદ ગોલ્ફ કોર્ટ ચલાવી હતી.
6/ 7
આ એરપોર્ટને બનાવવા માટે 35 હજારથી વધુ કર્મચારીઓ અને 3 હજાર એન્જીનિયર્સનું યોગદાન રહ્યું છે, આ એરપોર્ટનું ભવ્ય ઉદ્ધઘાટન 29 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.
7/ 7
2028 સુધી અહીં 20 કરોડ લોકો યાત્રા કરી શકશે. હાલ દુનિયાનું વ્યસ્તમ એરપોર્ટ એટલાંટા એરપોર્ટમાં 10 કરોડથી વધુ લોકો યાત્રા કરે છે.