રવિવારે દેશભરમાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ પ્રાર્થના માટે ચર્ચોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ચર્ચમાં ધામધૂમથી નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચ પાસે મોટી સંખ્યામાં લોકો તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ઉમટી પડ્યા હતા. ચર્ચ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા.