

બીજિંગ : ચીન (China) ભલે પોતાની કોરોના વેક્સીનને લઈને દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યું હોય પણ એક ચીની ડોક્ટરે જિનપિંગ સરકારની પોલ ખોલી નાખી છે. ચીનના ડોક્ટર તાઓ લિનાએ (Tao Lina)દાવો કર્યો છે કે ચીનમાં બનેલી સાઇનોફાર્માની વેક્સીન (Sinopharm COVID-19 vaccine)દુનિયામાં સૌથી વધારે અસુરક્ષિત છે અને તેનાથી 73થી વધારે સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના છે. ડોક્ટર તાઓના મતે ચીને વેક્સીનના ટ્રાયલ પૂરા કર્યા નથી અને તેના ઘણા ખતરનાક સાઇડ ઇફેક્ટ છે. જોકે ચીની સરકારના દબાણ પછી ડોક્ટર તાઓએ પોતાનું નિવેદન પાછું લેવું પડ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


આ પહેલા ડોક્ટર તાઓએ સાઇનોફોર્મના કોરોના વેક્સીનને લઈને એક બ્લોગ લખ્યો હતો. જેમાં આશંકા વ્યક્ત કરી હતી કે આ ચીની વેક્સીન દુનિયામાં સૌથી વધારે અસુરક્ષિત છે. આ બ્લોગને ચીની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર અપલોડ કરવામાં આવ્યો હતો. હવે આ આર્ટિકલ હટાવી લેવામાં આવ્યો છે અને તેનું કારણ બતાવવામાં આવ્યું નથી. આ બ્લોગમાં તાઓએ દાવો કર્યો છે કે ચીની વેક્સીનના 73 સાઇડ ઇફેક્ટ છે. (પ્રતિકાત્મક તસવીર)


ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે ડોક્ટર તાઓએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમી મીડિયા તેના શબ્દોને તોડી મરોડીને રજુ કરી રહ્યું છે. તાઓના મતે તેમને વેક્સીનને લઈને ચિંતાઓ છે પણ તે ગંભીર નથી. તાઓએ દાવો કર્યો છે કે તેણે પૂર્વમાં આપેલ નિવેદન ફક્ત એક તીખો વ્યંગ હતો. ડોક્ટર તાઓએ ભાર આપીને કહ્યું કે ચીની સારવાર ઘણી સુરક્ષિત છે અને દેશવાસીઓની આવા લાપરવાહીથી આપેલા નિવેદન માટે માફી માંગી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સાઇનોફોર્મ વેક્સીને સશર્ત મંજૂરી આપી છે. ચીનનો દાવો છે કે આ વેક્સીન 79.34 ટકા કારગર છે. ચીનના કરોડો લોકોને આ વેક્સીન મધ્ય ફેબ્રુઆરી ચીની નવા વર્ષથી લગાવવા જઈ રહ્યું છે. જેમાં સ્વાસ્થ્ય કર્મચારી અને કામ કરનારા લોકો સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)


ચીનમાં કોરોના ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં પાંચ મહિનામાં સૌથી વધારે નવા કેસ મળ્યા છે. હુબેઈ પ્રાંતમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. શિનજિયાંગ પ્રાંતમાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. અહીંથી નીકળનાર દસ હાઇવે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)