

બેઇજિંગ: ચીને દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં હયાત ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર (nuclear fusion reactor)નું પ્રથમ વખત સંચાલક કર્યું છે. ચીનના મીડિયા (Chinese Media)એ શુક્રવારે આ જાણકારી આપી હતી. ખાસ વાત એ છે કે પોતાના ઊંચા તાપમાનની ક્ષમતાને કારણે આ રિએક્ટરને આર્ટિફિશિયલ સન (Artificial Sun) એટલે કે કૃત્રિમ સૂર્ય કહેવામાં આવે છે. આ ડિવાઇસ તૈયાર થવાથી ચીનના ન્યૂક્લિયર પાવર શોધમાં ખૂબ મદદ મળશે.


આ રિએક્ટરનું નામ HL-2M રિએક્ટર છે. આ ચીનનું સૌથી મોટું અને આધુનિક ન્યૂક્લિયર ફ્યૂઝન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિવાઇસ છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે આ ડિવાઇઝ સ્વચ્છ ઉર્જાનું સ્ત્રોત બની શકે છે. ચીનના વર્તમાનપત્ર પીપલ્સ ડેઇલીના જણાવ્યા પ્રમાણે, આ ડિવાઇસ ગરમ પ્લાઝ્મા (hot plasma)ને મેળવવા માટે તાકતવર મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરે છે. જે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે. જે સૂર્યના અંદરના ભાગથી સરેરાશ 10 ગણો વધારે ગરમ થઈ શકે છે.


વર્તમાનપત્ર પ્રમાણે ન્યૂક્લિયર ફ્યૂઝન એનર્જી (Nuclear Fusion Energy)નો વિકાસ ચીનની એનર્જીની જરૂરિયાતને પૂરી કરવાનો એકમાત્ર નથી પરંતુ ચીનના અર્થતંત્ર અને ઉર્જાના વિકાસ માટે પણ જરૂરી છે. ચીનના વૈજ્ઞાનિકો વર્ષ 2006થી ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર વિકાસ પર કામ કરી રહ્યા છે.