

નેપાળ (Nepal)એ દૂરદર્શન છોડીને બાકી તમામ ભારતીય સમાચાર ચેનલો (Indian News Channels) પર પીએમ કેપી શર્મા ઓલી (KP Sharma Oli) વિરુદ્ધ ખોટી સૂચના ફેલાવવાના આરોપથી પ્રતિબંધિત કર્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રી યુબરાજ ખાટીવાડાએ પ્રતિબંધની જાહેરાત કરતા આરોપ લગાવ્યો છે કે ભારતીય ચેનલો નેપાળ સરકાર અને ખાસ કરીને પીએમ ઓલી વિરુદ્ધ પ્રોપોગેંડા ફેલાવી રહ્યા છે. આ લોકો હંમેશા અમારા નેતાઓ પર સવાલ ઉઠાવે છે. ઉલ્લેખનીય છે કે નેપાળનો આ નિર્ણય ચીની રાજદૂત હોઉ યાંગકીના શીર્ષ નેતાઓ સાથે બેઠક પછી લીધો છે.


માનવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ ચીની રાજદૂત હોઉ યાંગકીની ઉશ્કેરણીનું કારણ છે. હોઉ યાંગકી અને નેપાળના ટોપ નેતાઓ વચ્ચે બેઠકોનો દોર વધી રહ્યો છે. ચીની રાજદૂતે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અને નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટીના ચેરમેન પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડથી મુલાકાત કરી હતી. આ નેપાળી મીડિયાના હવાલેથી પૂર્વ ઉપ વડાપ્રધાન અને એનસીપી પ્રવક્તા નારાયણકાજીએ ભારતીય મીડિયાને ખરીખોટી સંભળાવી હતી.


તેમણે કહ્યું કે નેપાળ સરકાર અને વડાપ્રધાન ઓલીની વિરુદ્ધ ભારતીય મીડિયાએ દુષ્પ્રચારની તમામ હદો પાર કરી લીધી છે. અને તેને બંધ કરવું જોઇએ. નેપાળના કેબલ ટીવી પ્રોવાઇડર્સે ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે નેપાળમાં ભારતીય સમાચાર ચેનલોની સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે.


રાજદૂત હોઉ યાંગકીએ નેપાળની રાજનીતિમાં વધતી દખલ મામલે નેપાળી મીડિયા દ્વારા પણ આ વાતને વખોડવામાં આવી છે. નેપાળી ભાષાના છાપા નયા પત્રિકાએ બુધવારે સંપાદકીય લેખમાં પણ કહ્યું હતું કે ધીરે ધીરે નેપાળની ઘરેલૂ રાજનીતિમાં પણ ચીન પોતાની માઇક્રો મેનેજમેન્ટનો દાયરો વધારી રહ્યો છે. સાથે જ આ છાપાએ કહ્યું કે નેપાળના આંતરિક મુદ્દાઓમાં ચીનની આ દખલ દ્વિપક્ષીય સંબંધો અને કૂટનીતિ બંનેની રીતે ઠીક નથી. આ સિવાય નેપાળી છાપા નાગરિકે પણ આ મામલે કહ્યું કે આવી ઘટનાઓ બતાવે છે કે નેપાળ હજી પણ સ્વતંત્ર રૂપથી પોતાના નિર્ણય લેવા માટે સક્ષમ નથી.


ઉલ્લેખનીય છે કે આ પહેલા નેપાળના વડાપ્રધાનના વિવાદિત નિવેદનોના કારણે નેપાળમાં જ તેમની ખુરશી ખતરામાં પડી હતી. જો કે તે પછી ચીની રાજદૂતે આ મામલે સક્રિયતા બતાવી હતી. તમને જણાવી દઇએ કે પીએમ ઓલી પોતાની પાર્ટી એનસીપીમાં હાલ એકલા પડ્યા છે. પણ તે રાજીનામું આપવા તૈયાર નથી. બીજી તરફ તેમના મુખ્ય વિરોધી પ્રચંડ ઓલી તેમના રાજીનામાંની સતત માંગ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમેટીની બેઠકમાં પણ 44માંથી 33 સદસ્યોએ ઓલીના રાજીનામાની માંગણી કરી હતી. પણ ઓલીએ ખુરશી છોડવા કોઇ તૈયારી નહતી બતાવી.