ચીનમાં એક એવો ચોંકવનારો કેસ સામે આવ્યો છે. જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. એક વ્યક્તિના હોસ ત્યારે ઉડી ગયા જ્યારે તેને ખબર પડી કે તેના જુડવા (Twins) બાળકોમાંથી એકનો પિતા તે છે અને અન્ય બાળકનો પિતા બીજો કોઇ વ્યક્તિ. બંને બાળકોની ડીએનએ (DNA Report)માં આ વાતનો ખુલાસો થયો. બાળકોના પિતા અલગ અલગ હોવાથી પત્નીની બેવફાઇવ પણ સામે આવી છે.
ડેલી મેલની ખબર મુજબ 10 લાખમાં કોઇ એક એવો કેસ સામે આવે છે જ્યારે જોડિયા બાળકોના પિતા અલગ અલગ હોય. ચીની મીડિયામાં છપાયેલી ખબર મુજબ અહીં પેદા થતા તમામ બાળકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. દેંગ યાઝુન નામના વ્યક્તિને તેની પત્ની પર પહેલો કોઇ શંકા પણ નહતી. બંને એકબીજાની સાથે ખુશ હતા. ડૉક્ટર્સે મુજબ કેટલીક વાર મહિલાઓના શરીરમાં એક મહિનામાં સિંગલ એગ બનવાના બદલે બે એગ બને છે. અને જો બે અલગ અલગ પુરુષોના શુક્રાણું આ માદાના ઇંડા પર પડે તો આવું સંભવ થાય છે.
આવા કેસમાં ચીનમાં બાળકોના લિગલ પિતાનું નામ રિજસ્ટર કરવામાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. ડીએનએ રિપોર્ટ મુજબ બંને બાળકોના પિતા અલગ અલગ હોય છે. આ કેસમાં જોડિયા બાળકો જન્મ્યા પછી પિતાને શંકા ગઇ કારણ કે એક બાળકનો ચહેરો તેનાથી મળતો હતો પણ બીજા બાળકોનો ચહેરો ખૂબ જ અલગ હતો. ત્યારે ડીએનએ ટેસ્ટ આવતા આખી વાત બહાર આવી. આ મામલે જે વ્યક્તિનું બીજું બાળક હતું તે વ્યક્તિએ આ બીજા બાળકનું પાલન પોષણ કરવાની ના પાડી છે.