ચીને દાવો કર્યો છે કે, તેના વૈજ્ઞાનિકોએ સુપર કાઉની સફળતાપૂર્વક ક્લોનિંગ કરીને 3 વાછરડાને જન્મ આપવામાં સફળતા મેળવી છએ. સુપર કાઉ સામાન્ય ગાય કરતા ખૂબ જ વધારે દૂધ આપે છે. ચીની મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, સુપર ગાયના કારણે ચીનમાં દૂધ ઉત્પાદનમાં દુનિયાનો અગ્રણી દેશ બની શકશે. ત્યાંના સરકારી મીડિયામાં દાવો કર્યો છે કે, સુપર ગાયની સફળ ક્લોનિંગ બાદ ચીનના ડેરી ઉદ્યોગને અન્નત નસ્લની ગાયને વિદેશોથી આયાત કરવાની જરુર પડશે નહીં.
ચીની વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક 3 સુપર ગાયને ક્લોન બનાવી છે, જે સામાન્ય રીતે ઉચ્ચ માત્રામાં દૂધ ઉત્પાદન કરી શકે છે. ચીનની સ્ટેટ મીડિયાએ વૈજ્ઞાનિકોની આ ઉપલબ્ધિને દેશને ડેરી ઉદ્યોગ માટે ક્રાંતિકારી ગણાવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, સુપર ગાયના સફળ ક્લોનિંગથી આયાતિત નસલ પર ચીનની નિર્ભરતા ઘટી જશે. નોર્થવેસ્ટ યૂનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફોરેસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ સુપર કાઉના 3 વાછરડાની સફળ ક્લોનિંગ 23 જાન્યુઆરીએ લૂનર ન્યૂ ઈયરના પ્રથમ અઠવાડીયામાં કર્યું છે.
આ ત્રણ વાછરડા હોલ્સ્ટીન ફ્રેઝિયન નસ્લની ગાયોથી ક્લોન કર્યા છે, જે નેધરલેન્ડમાં જોવા મળતી નસલ છે. હોલ્સ્ટીન ફ્રેઝિયન નસલવાળી ગાયો વધારે દૂધ ઉત્પાદન માટે ઓળખાય છે. આ નસલની એક ગાય પ્રતિ વર્ષ 18 ટન દૂધ અને પોતાના જીવનકાળમાં 100 ટન દૂધ આપે છે. અમેરિકી કૃષિ વિભાગના જણાવ્યા અનુસર, આ આંકડા યૂએસએમાં 2021માં એક ગાયમાંથી દરરોજ સરેરાશ દૂધની માત્રા લગભગ 1.7 ગણી છે.
નિંગ્ઝિયાના વુલિન શહેરના એક અધિકારીએ રાજ્ય દ્વારા સંચાલિત ટેકનોલોજી ડેલીને જણાવ્યું છે કે, ક્લોન કરવામાં આવેલા વાછરડાથી પહેલા 30 ડિસેમ્બરે સિજેરિયન સેક્શનથી પૈદા થયા હતા, જે 56.7 કિલોગ્રામના મોટા આકારના હતા. ટેકનોલોજી ડેલીના જણાવ્યા અનુસાર, વૈજ્ઞાનિકોએ અત્યાધુનિક દૂધ ઉત્પાદક ગાયના કાનની કોશિકાઓથી 120 ક્લોન ભ્રૂણ બનાવ્યા અને તેમને સરોગેટ ગાયના ગર્ભમાં રાખ્યા.
ચીનના સ્ટેટ મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ પ્રોજેક્ટના ચીફ સાયન્ટિસ્ટ જિન યાપિંગના હવાલેથી સુપર ગાયની સફળ ક્લોનિંગને એક મોટી જીત ગણાવી. આ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ચીનને દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ કરવાની દિશામાં મોટુ પગલુ ગણાવ્યું છે. આ પ્રોજેક્ટની સફળતા ચીનને ગાયોની ખૂબ સારી નસલને સંરક્ષિત કરવાની મંજૂરી આપે છે, જે આર્થિક રીતે પણ વ્યવહાર્ય હશે.
જિન યાપિંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું છે કે, ચીનમાં 10,000 ગાયોમાંથી ફક્ત 5 જ પોતાના જીવનકાળમાં 100 ટન દૂધ આપી શકે છે. જેનાથી તે પ્રજનન માટે એક મૂલ્યવાન સંસાધન બની જાય છે. પણ અમુક અત્યાધુનિક દૂધ ઉત્પાદન ગાયોની ઓળખાણ તેમના જીવનના અંત સુધી થઈ શકતી નથી. જેનાથી તેમને પાળવી મુશ્કેલ થઈ જાય છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનની 70 ટકા દૂધારુ ગાયને વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે.
સુપર કાઉ પ્રોજેક્ટના ચીફ સાયંટિસ્ટ જિન યાપિંગે ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે, અમે વિદેશી ગાયો પર ચીનની નિર્ભરતાના મુદ્દાના નિવારણ માટે ઠોસ આધાર તરીકે 1000થી વધારે સુપર ગાયની નસલ પૈદા કરવા પર ધ્યાન આપી રહ્યા છે. તેમાં બેથી ત્રણ વર્ષ લાગશે. ચીને હાલના વર્ષોમાં એનિમલ ક્લોનિંગમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ગત વર્ષે ચીનની એક એનિમલ ક્લોનિંગ કંપનીએ દુનિયાનું પ્રથમ ક્લોન આર્કટિક વુલ્ફ બનાવ્યું હતું.