

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફરી એક વાર ઝડપથી કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. કોરોના (Corona)ના વધતા સંક્રમણની વચ્ચે હવે વેક્સીન (Vaccine)ને લઈને પણ ચર્ચા વધુ જોર પકડી રહી છે. અનેક વેક્સીન કંપનીઓને ડોઝના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પણ મળી ગઈ છે. એક અનુમાન મુજબ આગામી વર્ષની શરૂઆતમાં કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. એવામાં આ વર્ષના અંત સુધી લાખો વયસ્કોને તો કોરોના વાયરસના ડોઝ આપવામાં આવી ચૂક્યા હશે પરંતુ બાળકોને હજુ પણ વેક્સીન માટે લાંબી રાહ જોવી પડશે. (પ્રતીકાત્મક તસવીર)


બાળકોમાં વેક્સીનના વિલંબનું સૌથી મોટું કારણ એ છે કે તેમને આ ટ્રાયલમાં સામેલ નહોતા કરવામાં આવ્યા. એવામાં આ વેક્સીન બાળકો માટે કેટલી સુરક્ષિત છે તેના વિશે દવા કંપનીઓને હજુ જાણકારી નથી. (પ્રતીકાત્મક તસવીર)


દવા કંપનીઓ કોરોના વેક્સીન બજારમાં આવ્યા બાદ બાળકો માટે પણ ટ્રાયલ શરૂ કરશે. જોકે, બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની વેક્સીનને આ વિકલ્પની સાથે મંજૂરી આપી છે કે ઇમરજન્સી સ્થિતિમાં બાળકોને પણ વેક્સીનેશન કરવામાં આવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)


અમેરિકામાં એમોરી વેક્સીન સેન્ટરના નિદેશક ડૉ. રફી અહમદે કહ્યું છે કે હાલ અમે વેક્સીનમાં બાળકોને સામેલ નથી કરી રહ્યા. તેનું સૌથી મોટું કારણ એ છે કે બાળકોને હજુ સુધી ટ્રાયલમાં સામેલ નથી કરવામાં આવ્યા. અમને એ પણ ખબર નથી કે જે વેક્સીન તૈયાર કરવામાં આવી છે તે બાળકો માટે કેટલી સુરક્ષિત છે. દવા કંપનીઓમાંથી કેટલાકે બાળકો પર અલગ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, વેક્સીન નિર્માતા કંપની ફાઇઝર અને મોડર્નાએ થોડાક દિવસ પહેલા બાળકો ઉપર પણ વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે. બાળકો પર કરવામાં આવી રહેલા ટ્રાયલ વયસ્કોથી ઘણા અલગ અને કઠિન હોય છે. (પ્રતીકાત્મક તસવીર)