દશેરાની રાત્રે અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી લોકો હજી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ દુર્ઘટનામાં 61 લોકોના મોત નીપજ્યા છે. આવા ખરાબ સમાચારો વચ્ચે મીના દેવીએ દુનિયા માટે મિશાલ રજૂ કરી છે. મીનાએ આ ઘટના દરમિયાન માત્ર 10 મહિનાના બાળકનો જીવ બચાવ્યો હતો. પરંતુ માતા-પિતાને ન મળવાની સ્થિતિ માટે પણ તે તૈયાર થઇ ગઇ હતી. મીનાએ પોતાના પતિ અને બાળકોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.
શું થયું હતું એ દિવસેઃ 55 વર્ષની મીનાએ એક અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાતચીતમાં કહ્યું હતું કે, દશેરા ઉપર આયોજીત રાવણ દહન જોવા માટે એ પણ રેલવે ટ્રેક સામે જ હાજર હતી. ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં દોડતી એક ટ્રેન આવી અને એની સામે ઊભેલો માણસ ટ્રેનથી ટકરાયો અને હવામાં ફંગોળાયો. એની સાથે આ બાળક હતું જેને મીનાએ બચાવી લીધું હતું. જોકે, આ સમયે તેના માતા-પિતાને ન બચાવી શકી.
મીના કરી રહી છે સાળસંભાળઃ- મીનાએ જણાવ્યું હતું કે, દુર્ઘટના પછી તેને કંઇ જ સમજ આવ્યું નહીં. અને તેણે એ બાળકને પોતાના ઘરે લઇને આવી ગઇ. ત્યારથી જ તે આ બાળકીની સંભાળ લઇ રહી છે. મીના પ્રમાણે જો બાળકના માતા-પિતા નહીં મળે તો બાળકને અપનાવવા માટે તૈયાર છે. જોકે, કથીત રીતે બાળકના માતા પિતા મળી ગયા છે. જે હોસ્પિટલમાં દાખલ છે. બાળકનું નામ વિશાલ જણાવવામાં આવી રહ્યું છે. તેની માતા આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ છે.