પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો.
2/ 5
પોલીસે આ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહેલા જસપ્રીત સિંહ સહિત સાત મહિલાઓ અને બે યુવકોને આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા.
3/ 5
પકડવામાં આવેલી યુવતીઓ હિમાચલ પ્રદેશ, લુધિયાણા, રાજપુરા, નવી દિલ્હી, ગોબિંદગઢ અને પટિયાલાની રહેવાસી છે. ધરપકડ કરાયેલા બે યુવકોમાં એક બિહાર અને બીજો પટિયાલાનો છે.
4/ 5
મળતી જાણકારી મુજબ, પોલીસ પાર્ટી લાલ બત્તી ચોકમાં હાજર હતી. તે સમયે પોલીસને સૂચના મળી હતી કે અજનાલીમાં જસપ્રીત સિંહ દેહવેપારનો અડ્ડો ચલાવે છે.
5/ 5
એસએચઓ પ્રેમ સિંહની આગેવાનીમાં દરોડો પાડતાં સાત મહિલાઓ સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.