હરિયાણાની ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસ જોઈન્ટ કરી લીધુ છે. શનિવારે કોંગ્રેસ નેતાઓએ સપના ચૌધરીને પાર્ટીમાં સામેલ કરી છે. જોકે, સમાચાર આવી રહ્યા છે કે, સપના મથુરાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સપનાના યૂપી અને બિહારમાં પણ ફેન ફોલોઈંગ છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. સૂત્રો અનુસાર, મથુરાથી હેમા માલિની વિરુદ્ધ સપનાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
12 વર્ષની ઉંમરમાં તેણે પિતાને ગુમાવ્યા બાદ પોતાના સંઘર્ષના દમ પર પોતાના પરિવારનું પાલન પોષણ કર્યું. હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાને તેના પહેલા ગીતે જ સુપરસ્ટાર બનાવી દીધી હતી. ગીતના બોલ હતા 'સોલિડ બોડી'. એક જ ગીતથી સપના માત્ર હરિયાણા જ નહી પરંતુ યૂપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પમ ફેમસ થઈ ગઈ. સપનાનો જન્મ 25 સપ્ટેમ્બર 1990માં રોહતકમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શરૂઆતની શિક્ષા રોહતકમાં કરી. પિતા રોહતકમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા.
સપનાએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ - સપના ચૌધરી પોતાની એક રાગનીના કારણે વિવાદોમાં આવી હતા. 17 ફેબ્રુઆરી 2016ના ગુડગાંવના ચક્કરપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સપના ચૌધરીએ રાગની 'બિગડગ્યા' ગાયુ હતું. આ રાગીની દ્વારા તેણે દલિતો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને જાતિસૂચક શબ્દો બોલ્યા હતા. જોકે, આ મામલે સપનાએ માફી માંગી લીધી હતી, પરંતુ ફેસબુક પર તેના વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું હતું. તે રોજ આવી રહેલા કોમેન્ટથી એટલી પરેશાન થઈ ગઈ કે, તેણે ઝહેર ખાઈ આપઘાતનો પ્રયોસ કરી લીધો.