પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવાર માટે દરેક કોઈ મદદ માટે આગળ આવી રહ્યા છે, પરંતુ ચંદીગઢના એક ઓટો રિક્ષા ડ્રાઈવરે આ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે એક અનોખો પ્રણ લીધો છે. આ રિક્ષા ડ્રાઈવરે પ્રણ લીધો છે કે, ભારતીય જવાનોની શહાદતનો બદલો જે દિવસે ભારત સરકાર લેશે તેજ દિવસથી એક મહિના માટે તે રિક્ષામાં મુસાફરોને ફ્રીમાં બેસાડશે.