વર્ષ 2018માં જનરલ બિપિન રાવત સાથે મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા ગર્લ્સ સ્કૂલમાં આવ્યા હતા. ડો. રોઝાએ જણાવ્યું કે મધુલિકા સાથે તે તેમની છેલ્લી મુલાકાત હતી. ડો. રોઝાના કહેવા પ્રમાણે, મધુલિકાએ મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેના પર તેઓ મેસેજ દ્વારા વાત કરતા હતા. ફેબ્રુઆરીમાં તેમના તમામ ક્લાસમેટ્સે પ્રવાસનું આયોજન કર્યું હતું. મધુલિકાએ ફેબ્રુઆરીમાં ગ્વાલિયર આવવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે આ વચન ક્યારેય પૂરું નહીં થાય.