

ગુરુગ્રામઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)ની પાસે આવેલા ગુરુગ્રામ (Gurugram)માં મંગળવાર મોડી રાત્રે એક દર્દનાક દુર્ઘટના (Accident)માં એક ડૉક્ટરનું કરૂણ મોત થઈ ગયું છે. મૂળે ગુરુગ્રામ – સોહના પર પર ઊભેલા એક કારમાં અચાનક આગ લાગી ગઈ. જેના કારણે કારમાં સવાર 35 વર્ષીય ડૉક્ટર કંવરપાલ ઉર્ફે સોનૂનું કરૂણ મોત (Doctor burnt alive in car) થઈ ગયું. પરંતુ કારમાં આગ અચાનક જ લાગી કે કોઈએ ડૉક્ટરની હત્યા કરીને કારને આગ ચાંપી દીધી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. (Photo: News18)


સિલેરિયો કારમાં મંગળવાર મોડી રાત્રે આગ લાગી ગઈ હતી અને મામલાનો ખુલાસો બુધવાર સવારે ત્યારે થયો જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ તેના વિશે પોલીસને જાણ કરી. 35 વર્ષીય કંવરપાલ ઉર્ફે સોનૂ ભોંડસી પોલીસ સ્ટેશનની હદના ઘામડોઝના રહેવાસી હતા. મૃતક ડૉક્ટરના પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. (Photo: News18)


ડૉક્ટર કંવરપાલ ઉર્ફે સોનૂ સોહના વિસ્તારમાં પોતાની પ્રાઇવેટ હૉસ્પિટલ ચલાવતા હતા. ગુરુગ્રામ પોલીસ (Gurugram Police)એ મૃતક ડૉક્ટરના શબને કબજામાં લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ કારમાં આગ લાગવાના કારણો વિશે માહિતી એકત્ર કરવામાં લાગી ગઈ છે. (Photo: News18)


પોલીસના જણાવ્યા મુજબ, સોનૂ મંગળવાર મોડી રાત્રે હૉસ્પિટલથી ઘરે જવા રવાના થયા હતા. તેમની મારૂતિ સેલેરિયોમાં સીએનજી કીટ લાગેલી હતી અને કારમાં રાત્રે લગભગ અઢી વાગ્યે આગ લાગી હતી. બીજી તરફ, યુવા ડૉક્ટરના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હોવાથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. (Photo: News18)


પરિવારના સભ્યોનું કહેવું છે કે કાર રસ્તાની બાજુમાં પાર્ક હતી. જેથી સ્પષ્ટ થાય છે કે કોઈએ સોનૂની હત્યા કરી દીધી હશે અને પુરાવાઓનો નાશ કરવા અને તપાસને આડે રસ્તે લઈ જવા કારને આગ ચાંપી દીધી હશે. આ મામલે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં મોતનું સાચું કારણ જાણી શકાશે. ઘટનાસ્થળેથી ફોરેન્સિકની ટીમે પુરાવાઓ એકત્ર કર્યા છે. આસપાસના સીસીટીવી ફુટેજના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (Photo: News18)