

નંદુરબારઃ નંદુરબારમાં આજે શુક્રવારે કોન્દાબારી ઘાટનાં (kondabari ghat) ધૂલે-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ (dhule-Surat highway) પર વધુ એક દુ: ખદ અકસ્માત સર્જાયો હતો. એક કાર પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ હજુ થઈ નથી. ઇજાગ્રસ્તોને સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જોકે, એક 15 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. મુસાફરો રાજકોટથી ધૂલે જિલ્લાના માહીર ગામની મુસાફરી કરી રહ્યા હતા.


કોન્દાબારી ઘાટમાં એક મહિનામાં આ બીજો મોટો અકસ્માત છે. અગાઉ એક ખાનગી બસ પુલ પરથી પડી હતી. આ ઘટના તાજી છે. ત્યારે હવે આ ઘાટ પર ભયંકર ફોર વ્હીલર અકસ્માત સર્જાયો છે. આ કાર સુરતથી ધુલે તરફ આવી રહી હતી. પુલ પરથી નીચે પડતા કારનો કચ્ચરઘાણ બોલાયો હતો.


ઉલ્લેખનીય છે કે ધૂલે-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ 15 દિવસ પહેલા એજ સ્થળે કોતરે અથડાઇ હતી. આ અકસ્માત 21ક્ટોબરે સવારે 3 વાગ્યે બન્યો હતો. મુસાફર કોન્દાબારી ઘાટ દરગાહ પાસે પુલ પર સપાટ હતો.


ત્યારે ખાનગી બસ 30થી 40 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને 35 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.