નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian Prime Minister Justin Trudeau) કોરોના ગાઇડ લાઇનના (Corona guidline in Canada) કડક બનાવવાના વિરોધને (protest in Canada) કારણે પરિવાર સાથે ગુપ્ત સ્થળે જતા રહ્યા છે. પ્રદર્શનકારીઓએ તેમના આવાસને ઘેરી લીધું છે. રાજધાની ઓટ્ટાવામાં હજારો ટ્રક ડ્રાઈવરો અને અન્ય પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. જે બાદ તેઓએ પીએમ ટ્રુડોના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. ટ્રક ડ્રાઈવરો દેશમાં કોરોનાની રસી ફરજિયાત બનાવવા અને લોકડાઉન લાગુ કરવાના વિરોધમાં છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને 'ફ્રીડમ કોન્વોય' નામ આપ્યું છે.
હકીકતમાં, કેનેડાની રાજધાની ઓટાવામાં, શનિવારે હજારો લોકોએ રસીકરણને ફરજિયાત બનાવવા અને કોવિડ -19 પ્રતિબંધો સામે વિરોધ કર્યો. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોવિડ પ્રતિબંધોની તુલના ફાંસીવાદ સાથે કરી હતી અને કેનેડાના ધ્વજ સાથે નાઝી પ્રતીકો પ્રદર્શિત કર્યા હતા. કેટલાક વિરોધીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની તીવ્ર ટીકા કરી, તેમને નિશાન બનાવ્યા.
મોન્ટ્રીયલથી આવેલા ડેવિડ સાન્તોસે કહ્યું કે, તેઓ માને છે કે રસીકરણને ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી પરંતુ સરકાર દ્વારા "વસ્તુઓને નિયંત્રિત" કરવાની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ COVID-19 પ્રતિબંધો અને રસીકરણને ફરજિયાત બનાવવાના નિર્ણયને પાછો ખેંચવાની અને વડા પ્રધાન ટ્રુડોના રાજીનામાની હાકલ કરી હતી. અગાઉ, પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે ટ્રકર્સ વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય કેનેડિયનો માટે પણ ખતરો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 50 હજાર ટ્રક ડ્રાઈવરોએ તેમની 20 હજાર ટ્રક સાથે રાજધાની ઓટાવામાં સ્થિત વડાપ્રધાનના આવાસને ઘેરી લીધું છે.
લગભગ 10 હજાર લોકો વિરોધ પ્રદર્શનમાં સામેલ છે, જેઓ સંસદ પરિસરમાં ઘૂસી ગયા છે. જોકે, પોલીસે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે અને હિંસા થવાની સંભાવનાને જોતા પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસે કહ્યું કે, લગભગ 10,000 લોકો સંસદમાં પહોંચ્યા છે પરંતુ સંસદ પરિસરમાં કેટલા પ્રદર્શનકારીઓ હાજર છે તેનો ચોક્કસ આંકડો પોલીસ પાસે નથી.
દેખાવકારોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. કેટલાક દિવ્યાંગો પણ નવી ગાઈડલાઈનનો વિરોધ કરવા રાજધાનીમાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકોએ અપમાનજનક અને અશ્લીલ નિવેદનો પણ આપ્યા છે. આ લોકો સીધા વડાપ્રધાન પર નિશાન સાધી રહ્યા છે. કેટલાક વિરોધીઓ મુખ્ય યુદ્ધ સ્મારક પર નાચતા જોવા મળ્યા હતા તો કેટલાકે કેનેડાના ટોચના સૈન્ય જનરલ વેઈન આયર અને સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે નિંદા કરી છે.