તેમણે જણાવ્યું કે, તે લોકો પાસેથી તેમના ઘરમાં આવીને સેલ્ફી લેવા માટે 50 સેન્ટથી 1 ડોલર સુધી ચાર્જ કરે છે. 28 વર્ષીય કિમ મૂયન પોતાના પરિવાર સાથે હવાઈ જહાજ વાળા ઘરને જોવા માટે ગયા હતા. તેમણે કહ્યું કે, ‘ આ સુંદર અને આકર્ષક છે, તેના પાસે ખજૂરના ઝાડ પણ છે’ પરંતુ ચાર્ચ પાઉનું સપનું હકીકતમાં ઉડવાનું છે. તેમણે કહ્યુ કે, ‘જ્યારે મારી પાસે પૈસા હશે અને ખબર પડશે કે મારે ક્યાં જવું છે, ત્યારે હું ત્યાં જવા માટે પ્લેન લઈશ.’