હુગલીઃ પશ્વિમ બંગાળના (west bengal) હુગલી (Gugali) જિલ્લામાં એક જાણિતી કંપનીના એક કેક ડિલિવરી બોયે (Cake Delivery Boy) બ્લેકમેઇલ કરીને 66 મહિલાઓને પોતાના ષડયંત્રનો શિકાર બનાવી હતી. અને મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. હુગલીના આ સિરિયલ રેપ કાંડમાં એક સનસની ખુલાસો થયો છે. ડિલિવરી બોયે જે મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પૈકી એક પીડિતાએ પોતાની આપવીતી સંભળાવી હતી.
સિરિયલ રેપ કાંડ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવ્યો હતો. હુગલીમાં ડિલિવરી બોય દ્વારા મહિલાઓના ફિડબેકના નામ પર બ્લેકમેઇલ કરીને સતત રેપની ઘટનાઓને અંજામ આપતો હતો. આ મામલે એક પીડિત મહિલાના નિવેદને વિચારવા ઉપર મજબૂર કરી દીધા હતા. અત્યારના સમયમાં ફેડબિકના અનેક મેસેજ અને કોલ આવે છે જે અંગે આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે.
આ સિરિયલ રેપિસ્ટની શિકાર બનેલી પીડિતાએ જણાવ્યું કે આ મહિનાની 18 તારીકે આરોપી જે એક જાણિતી કંપનીમાં ડિલિવરી બોયના રૂપમાં કામ કરતો હતો. તેણે વોટ્સએપ ઉપર કેટલાક અશ્લિલ વીડિયો બતાવ્યા હતા. ત્યારબાદ તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે ડિલિવરી બોયે કહ્યું કે જો તેની સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તેનો વીડિયો જાહેર કરીને વાયરલ કરી દેશે.
પીડિતાએ જણાવ્યું કે આરોપીએ ફિડબેકના નામ પર મહિલા સાથે વીડિયો કોલ ઉપર વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે પીડિતાની કેટલીક આપત્તિજનક તસવીરો અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી દીધા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને બ્લેકમેઈલ કરવાની સાથે સાથે બંદૂકની નોક ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પ્રમાણે આરોપીએ સોનાની રિંગ અને ઘરેણાં પણ આપવાની માંગણી કરી હતી. એટલુ જ નહીં આરોપી વિશાલ વર્માના મિત્ર સુમન મંડલે પણ તેનું યૌન શોષણ કર્યું હતું. અને તેની સાતે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી.
આરોપીએ પોતાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે ફિડબેકના નામ ઉપર વીડિયો કોલ કરીને મહિલાઓ સાથે કેટલીક આપત્તિજનક તસવીરો અને વીડિયો બનાવીને એ મહિલાને બ્લેકમેઈલ કરતો હતો. બ્લેકમેઇલ કર્યા બાદ તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. પોલીસે આરોપી વિશાલ વર્મા અને તેનો સાથી સુમન મંડલની ધરપકડ કરી હતી. અને કોર્ટે તેમા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. (તમામ તસવીરોઃ આજતક)