દેશમાં કોરોના વાયરસ સંક્રમણને હરાવવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ થવાના કારણે લાખો પ્રવાસી શ્રમિકોની નોકરી જતી રહી હતી. ત્યારબાદ તેઓ પોતાના વતન તરફ જવા મજબૂર બન્યા. આ દરમિયાનની આ તસવીર સામે આવી હતી. જેમાં બાળક એક સૂટકેસ પર સૂઇ રહ્યો છે અને તેનો પરિવાર વતનની તરફ પગપાળા જઈ રહ્યો છે. (ફાઇલ તસવીર)