Burhanpur Unique Taj Mahal Like House: બુરહાનપુરના શિક્ષાવિદ આનંદ પ્રકાશ ચોક્સેએ તાજમહેલ જેવું ઘર બનાવીને (Anand Prakash Chouksey Burhanpur House)પત્ની મંજુષાને ગિફ્ટ કર્યું છે. ઘરમાં 4 બેડરૂમ, 1 કિચન, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ છે. ઘર બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. આ તાજમહેલ ઘરનું ક્ષેત્રફળ મીનાર સહિત 90x90 છે. ઘરની ફ્લોરિંગ રાજસ્થાનના મકરાના અને ફર્નીચર સુરત-મુંબઈના કારીગરોએ તૈયાર કર્યું છે. (Report: Shariq Akhtar Durrani)
બતાવવામાં આવી રહ્યું છે કે તાજમહેલ બુરહાનપુરથી પસાર થતી તાપ્તી નદીના કિનારે બનવાનો હતો પણ ઘણા કારણોથી તાજમહેલ બુરહાનપુરના સ્થાને આગ્રામાં બન્યો છે. આનંદ ચોક્સેને બુરહાનપુરમાં તાજમહેલ ના હોવાનો રંજ હતો. જેથી જ્યારે તક મળી તો તેણે પોતાની પત્નીને તાજમહેલની જેમ જ યાદગાર ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો હતો.
તાજમહેલ જેવા ઘરનું નિર્માણ કરવામાં ઘણી મુશ્કેલી આવી હતી. જોકે આનંદ ચોક્સેના અતુટ વિશ્વાસના કારણે ટેકનિક ટીમે તાજમહેલ જેવું મકાન બનાવવામાં સફળતા મેળવી હતી. તાજમહેલ જેવું ઘર બનાવનાર કંસલટિંગ એન્જીનિયર પ્રવિણ ચોક્સેએ જાણકારી આપતા કહ્યું કે આનંદ ચોક્સેએ તેમને તાજમહેલ જેવું મકાન બનાવવાનો મુશ્કેલ ટાસ્ક આપ્યો હતો.