બસપા નેતા આકાશ આનંદ બસપા સુપ્રીમ માયાવતીના ભાઈ આનંદ કુમારના દીકરા છે. આનંદ કુમાર પહેલા સરકારી વિભાગમાં ક્લાર્ક હતા. બાદમાં નોકરી છોડી બસપામાં જોડાઈ ગયા. આકાશ આનંદની વાત કરીએ તો, તેમનો અભ્યાસ નોઈડાના પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાં થયો. જ્યારે તેમણે લંડનમાં પ્લેમાઉથ યૂનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે.