

કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કારણે પૂરી દુનિયામાં અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોની મોત થઇ ગઇ છે. પણ કોરોના વાયરસની કોઇ સારવાર કોઇ વેક્સીન હજી મળી નથી. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. કોરોના મહામારીની આ સ્થિતિમાં દુનિયાભરના વૈજ્ઞાનિકા અને રિસર્ચર તેની વેક્સીન (Corona Vaccine) બનાવવા પ્રયત્ન શરૂ કર્યા છે. જો કે હજી આ મામલે કોઇને સફળતા નથી મળી પણ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વાંદરા પર કોરોનાની વેક્સીનનું સફળ ટ્રાયલ કર્યું છે. અને તેના પરિણામો પણ સકારાત્મક મળ્યા છે.


ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોના વેક્સીનનો સૌથી મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વાંદરા પર ટ્રાયલના શોધકર્તાઓને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાએ વાંદરા પર ટ્રાયલ દરમિયાન વેક્સીનના પરીક્ષણોમાં વાંદરામાં પ્રતિરોધક પ્રણાલી આપી જે કોરોના વાયરસના પ્રભાવને રોકવામાં મદદરૂપ સાબિત થતી નજરે પડે છે. સાથે જ વેક્સીનના કોઇ સાઇડ ઇફેક્ટ પણ હજી જોવા નથી મળ્યા.


ChAdOx nCov-19 વેક્સીનના ટ્રાયલ 6 Rhesus Macaque વાંદરા પર કરવામાં આવ્યા છે. જેમાથી વાંદારોમાં ઇમ્યૂનિટી સિસ્ટમ વાયરસથી લડવા માટે તૈયાર થઇ ગયો. શોધકર્તાના જણાવ્યા મુજબ વાંદરોને વેક્સીન આપતા 14 દિવસની અંદર તેમની અંદર એન્ટીબૉડી વિકસિત થયા. આ વેક્સીનથી વાયરસને શરીરમાં ફેલાતો રોકવામાં સહાય મળી રહી છે. સાથે જ આ વેક્સીનના કારણે વાંદરાઓમાં વાયરલ નિમોનિયા ના મળ્યો. સ્ટડી મુજબ વેક્સીનનો એક ડોઝ ફેંફસાને ખરાબ થતા બચાવવામાં કારગર સાબિત થયો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે સૌથી વધારે ફેંફસા જ ખરાબ થાય છે. અને આ કારણે જ માણસીની મોત થાય છે.


વેક્સીનની આ મદદથી શરીરમાં નવી કોશિકા અને એન્ટીબોડી વિકસિત કરવામાં મદદ મળી છે. પણ હવે મોટો સવાલ તે છે કે શું આ માણસો પર પણ આટલી જ કારગર સાબિત થશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વેક્સીનોલોજી પ્રોફેસર સારા ગિલબર્ટે કહ્યું કે તેમને આ વેક્સીની સફળતા પર પૂર્ણ વિશ્વાસ છે. અને સાથે જ તેણે આશા વ્યક્ત કરી કે તેનું માણસો પર પણ પરીક્ષણ સફળ રહેશે.


આ પહેલા ચીનના શોધકર્તાએ કોરોના વાયરસની વેક્સીનને વાંદરા પર સફળ પરીક્ષણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. ચીનમાં પણ Rhesus Macaque વાંદરા પર તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શોધકર્તા કહેવા મુજબ આ વાંદરાઓનું જેનેટિક સ્તર માણસોથી ખૂબ જ મળતું આવે છે. અને એટલા માટે જ આવા વેક્સીનનો ઉપયોગ સૌથી પહેલા તેમના પર કરવામાં આવે છે. ત્યારે બ્રિટન અને ચીનના આ સફળ પરીક્ષણોએ કોરોના સામેની લડાઇમાં જીતવાની આશા જગાવી છે.