લંડન : સ્પેનના મજોરકા (Majorca) ટાપુ ખાતે 19 વર્ષીયની એક બ્રિટિશ મહિલા સૈનિકે તેની સાથી મહિલા સૈનિક પર કાચથી હુમલો કરી દીધો હતો. બંને ઓફ ડ્યૂટી પર અહીં રજા માણી રહી હતી. ગળા પર કાચથી કરવામાં આવેલા હુમલા બાદ મહિલા સૈનિક હાલ ICUમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અને પીડિત બંને મિત્રો છે. (તસવીર સરાહ ગરીટી અને સિડની કોલ)
પોલીસે સિડની કોલ અને સરાહ ગરીટી બંને ખાસ બહેનપણીઓ હોવાનું જણાવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોલે તૂટેલા કાચથી સરાહ પર હુમલો કર્યો હતો કે પછી તેના પર કાચ ફેંકવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કોલે ફેંકેલા કાચથી સરાહના ગળા પર ઈજા પહોંચી હતી. (તસવીર : બનાવ બન્યો હતો તે નાઇટ ક્લબ)