રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા મહિનાઓથી યુદ્ધ (Russia Ukraine War)ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનના (Ukraine)અનેક લોકોની મોત થયા છે. યુક્રેનના અનેક શહેર જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયા છે. ગત 30 જૂનના રોજ રશિયાએ યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના ખારકીવ શહેર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ જ હુમલામાં બ્રાઝિલની (brazil)39 વર્ષીય પૂર્વ મોડલ થાલિતા દો વાલેનું (Thalita do Valle)મોત થઇ ગયુ છે.