પાયલ મહેતા, નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi's birthday)નો જન્મદિવસ છે. આ વર્ષે PM મોદી 70 વર્ષના થઈ જશે જેથી બીજેપી (BJP) આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. આ વખતે પણ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે. કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણને કારણે તેમના જન્મદિવસને સાદગીથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે. (ફાઇલ તસવીર)
70મો જન્મદિવસ, 70 કાર્યક્રમ- થોડા દિવસો પહેલા પીએમ મોદીના જન્મદિવસને ઉજવવાને લઈ બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મહાસચિવોની વચ્ચે એક બેઠક મળી હતી. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે 70મા જન્મદિવસે 70 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ બૂથ અને મંડળ સ્તરે આયોજિત કરવામાં આવશે. (ફાઇલ તસવીર)
ગાંધી જયંતી પણ ઉજવવાની તૈયારી - બીજેપી 25 સપ્ટેમ્બરે દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ અને 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતી ઉજવવાની તૈયારી રહી રહી છે. આ દરમિયાન પણ એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી કોરોનાના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થાય. તેને લઈને ટૂંક સમયમાં જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળશે. (પ્રતીકાત્મક તસવીર)