Home » photogallery » national-international » સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

ઉત્તર પ્રદેશના બીજેપીના ધારાસભ્યની દીકરી સાક્ષી મિશ્રાએ નવી ફેસબુક પ્રોફાઇલ બનાવી છે, જેમાં તેણીએ પોતાને તેના પતિ અજિતેશની વાઘણ બતાવી છે.

विज्ञापन

  • 15

    સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

    ક્યારેક ધારાસભ્ય પિતા રાજેશ મિશ્રાને પોતાના આદર્શ ગણાવતી સાક્ષી મિશ્રાએ હવે તેના તેવર બદલ્યા છે. હવે તેણી પતિ અભિ (અજિતેશ)ની ટાઇગ્રેસ (વાધણ) બની ગઈ છે. આ ખબર ખૂદ સાક્ષીએ પોતાની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના માધ્યમથી આપી છે. સાક્ષી મિશ્રાએ સોશિયલ મીડિયામાં પોતાની નવી પ્રોફાઇલ બનાવી છે, જેમાં તેણીએ પોતાને અભિની ટાઇગ્રેસ કહી છે. જોકે, હાલમાં તે પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના પરિવારની જૂની તસવીરો જ પોસ્ટ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

    સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું નવું એકાઉન્ટ 'સીનૂઅભિ' નામે બનાવ્યું છે. જ્યારે ફેસબુક પર બનાવેલા એકાઉન્ટમાં તેણે પોતાની જાતને મરજીની માલિક અને પપ્પૂ ભરતૌલની દીકરી ગણાવી છે.

    MORE
    GALLERIES

  • 35

    સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

    સૌથી વધારે પ્રેમ ભાઈ કરે છે : લાઇવ હિન્દુસ્તાનના એક રિપોર્ટ પ્રમાણે સાક્ષીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મંગળવારે રક્ષાબંધન સંબંધી એક પોસ્ટ કરી હતી. જેમાં સાક્ષીએ લખ્યું કે, "ભાઈ ક્યારેક આઇ લવ યૂ નથી કહેતો, ક્યારેય પ્રેમથી વાત પણ નથી કરતો, પરંતુ હકીકત એ છે કે આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ ભાઈ કરે છે." આ સાથે જ સાક્ષીએ પોતાના પરિવાર સાથેની અમુક જૂની તસવીરો પોસ્ટ કરી છે અને ભાવાત્મક સંદેશ લખ્યાં છે.

    MORE
    GALLERIES

  • 45

    સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

    બીજી તરફ સાક્ષીના પતિ અજિતેશે જણાવ્યું કે ધારાસભ્ય રાજેશ મિશ્રાના પરિવારને ખબર હતી કે તેની અને સાક્ષી વચ્ચે પ્રેમ સંબંધ છે. અજિતેશ સવાલ ઉઠાવ્યો કે જો પરિવારને ખબર જ હતી તો સાક્ષી પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યા? આ વાતનો જવાબ સામસામે બેસીને આપવો પડશે. અજિતેશે દાવો કર્યો કે મિશ્રા તેમજ તેના પરિવારને તેમના પ્રેમ સંબંધની પહેલેથી જ જાણ હતી. સાથે જ બંનેની ઉંમરને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે અજિતેશે કહ્યુ હતુ કે બંનેની ઉંમર વચ્ચે પાંચથી છ વર્ષનો તફાવત છે.

    MORE
    GALLERIES

  • 55

    સાક્ષી મિશ્રાએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોતાને અભિની 'વાઘણ' ગણાવી

    શું છે આખો મામલો : બરેલીથી બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષી મિશ્રા ગત ત્રીજી જુલાઈના રોજ અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે સાક્ષીએ અજિતેશ કુમાર નામના દલિત યુવક સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જે બાદમાં બંનેએ 10 જુલાઈના રોજ વીડિયો જાહેર કરીને બંનેના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. 11મી જુલાઈના રોજ સાક્ષીએ વધુ એક વીડિયો જાહેર કરીને પોતાના પિતા રાજેશ મિશ્રા, ભાઈ વિકી અને તેના એક સંબંધી રાજીવ રાણાથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદમાં બંને કોર્ટમાં પહોંચ્યાં હતાં.

    MORE
    GALLERIES