હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University)એ વિશ્વને અનેક મહાનુભાવો આપ્યા છે. હાર્વર્ડમાં અભ્યાસ કર્યો હોય તેની બોલબાલા હોય છે. લાખો વિદ્યાર્થીઓનું સ્વપ્ન હાર્વર્ડમાં અભ્યાસ કરવાનું છે. હાર્વર્ડમાં રિસર્ચ (Research), કલા (Art), સમાજશાસ્ત્ર (Sociology) સહિતના ક્ષેત્રોના વિષયોમાં નિપુણતા મેળવી છાત્રો ટોચની કંપનીઓ, સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ભોગવે છે. જોકે, એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે જેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તગેડી મુકાયા હોવા છતાં તેમણે દુનિયાને અનેક ભેટ આપી છે.
સન્માનિત કવિ રોબર્ટ ફ્રોસ્ટ - અમેરિકાના જાણીતા કવિ ફ્રોસ્ટ (Robert Frost)ને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અધવચ્ચે અભ્યાસ છોડવો પડ્યો હતો. 1897થી 1899 વચ્ચે તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. પરંતુ તેઓને ડીગ્રી વગર હાર્વર્ડ યુનિવર્સિટી છોડવી પડી હતી. ત્યાર બાદ તેમને કવિ તરીકે ખ્યાતિ મળી હતી. તેઓ ખૂબ નામાંકિત બન્યા હતા. પરિણામે ખુદ હાર્વર્ડ યુનિવર્સિટીએ 1937માં તેમને સન્માનિત કર્યા હતા. (Photo: Wikimedia Commons)
ખ્યાતનામ લેખક ડેવિડ ફોસ્ટર વેલેસ - ઇન્ફિનિટી જેસ્ટ, થિસ ઇઝ વૉટર, ધી પેલ કિંગ જેવી ખ્યાતનામ નોવેલના લેખક ડેવિડ ફોસ્ટર વેલેસ (Foster Wallace) પણ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તેઓ ફિલોસોફી ભણતા હતા. જોકે તેમને તે વિષયમાં મન લાગ્યું નહોતું. હાર્વર્ડમાં અભ્યાસ કરવો મોટી ભૂલ હોવાનું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. અભ્યાસ કરતી વખતે તેઓ તણાવમાં આવી ગયા હતા. પરિણામે તેમને યુનિવર્સિટીમાંથી તગેડી મુકાયા હતા. (Photo: Wikimedia Commons)
સૌથી યુવા ધનિક બન્યા પાર્ક - 2015માં માત્ર 40 વર્ષની ઉંમરે અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ થનાર પાર્ક (James Park) એક સમયે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. ફિટબીટના સીઈઓ તરીકે પાર્કએ અનેક ઇનોવેશન કર્યા હતા. ખાસ કરીને ફિટનેસ ટ્રેકરનો આવિષ્કાર તેમના માટે ખૂબ ફાયદાકારક નીવડ્યો હતો. (Photo: Twitter)
મેટ ડેમોન જાણીતા એક્ટર બની ગયા - મેટ ડેમોન (Mat Damon) ખૂબ જાણીતા એકટર છે. 1987માં ગૂડવીલ હંટિંગ જેવી ફિલ્મમાં એક્ટિંગ બદલ એકેડમી એવોર્ડ મેળવનાર મેટ ડેમોન પણ 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીના ઈંગ્લીશના વિદ્યાર્થી હતા. જોકે, તેઓએ ગેરોમીનો એન અમેરિકન લેજેન્ડ ફિલ્મમાં પાત્ર માટે છેલ્લા વર્ષમાં યુનિવર્સિટી મૂકી દીધી હતી. (Photo: Reuters)