

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સામેની જંગ જીતવાના પ્રયામાં જ્યાં દુનિયાભરની સરકારો પોતાની તમામ તાકાત લગાવી રહી છે, બીજી તરફ વૈજ્ઞાનિકો પણ તેની વેક્સીન (Vaccine) તૈયાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અહેવાલ છે કે, હૈદરાબાદ (Hyderabad)ની વેક્સીન કંપની ભારત બાયોટેક (Bharat Biotech)એ કોરોનાને પછાડવા માટે વેક્સીન તૈયાર કરી લીધી છે. આ વેક્સીનને એનિમલ ટ્રાયલ માટે અમેરિકા (America) મોકલાવામાં આવી છે. ત્રણથી છ મહિના સુધી ચાલનારા આ ટ્રાયલ બાદ જો બધું ઠીક રહ્યું તો ભારતમાં આ વેક્સીનનો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞનિકોનો દાવો છે કે વર્ષના અંત સુધીમાં આ વેક્સીન ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જશે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વેક્સીનને નોઝલ ડ્રોપના રૂપમાં તૈયાર કરવામાં આવશે. આ વેક્સીનનું એક ટપકું નાકમાં નાખવામાં આવમશે અને તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે. કોરોફ્લૂ નામની આ વેક્સીન કોરોનાની સાથે ફ્લૂની પણ સારવાર કરશે. ભારત બાયોટેકના સીએમડી તથા વૈજ્ઞાનિક ડૉ. કૃષ્ણા એલાએ જણાવ્યું કે કોરોના વાયરસ નાકના રસ્તે શરીરની અંદર જાય છે અને ફેફસાંમાં પહોંચીને તેને ખરાબ રીતે સંક્રમિત કરી દે છે. આ કારણ છે કે અમે તેને નામનના વેક્સીન તરીકે તૈયાર કરી છે. તે વેક્સીન નાકના રસ્તે જ કોરોનાના ફ્લૂને સમગ્રપણે મારી દેશે.


વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ વેક્સીનને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી તેને અન્ય ફ્લૂમાં ઉપયોગમાં લેવાશે. અત્યાર સુધી મળતી જાણકારી મુજબ, એક બોટલમાં 15થી 20 ટપકાં દવા હશે. તેને જાણી જોઈને આવી રીતે તૈયાર કરવામાં આવી જેનાથી તેને રાખવા અને ડિલીવરમાં સરળતા રહે. ડૉ. કૃષ્ણા એલાએ જણાવ્યું કે અમે દર વર્ષે લગભગ 30 કરોડ વેક્સીન તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.


વેક્સીનને ટ્રાયલ માટે અમેરિકા મોકલવામાં આવીઃ દેશમાં એનિમલ ટ્રાયલ અને જીન સિન્થેસિસ સુવિધા ન હોવાના કારણે વેક્સીનનો ટ્રાયલ ભારતમાં નહીં કરી શકાય. આ કારણ છે કે વેક્સીનને ટ્રાયલ માટે અમેરિકા મોકલવામાં આવી છે.


અમેરિકાના વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટી અને જાપાની વાયરોલોજિસ્ટ યોશીહોરો કવાઓકાના વૈજ્ઞાનિક તેનો ટ્રાયલ પહેલા પશુઓ પર કરશે. ત્યારબાદ જ તેનો ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવી શકશે.


ભારત બાયોટેક પહેલા પણ બનાવી ચૂકી છે ઉત્તમ વેક્સીનઃ ભારત બાયોટેકને હાઈ રિસ્ક પેન્ડેમિક વેક્સીન તૈયાર કરવાનો અનુભવ છે. આ પહેલા પણ કંપનીના વૈજ્ઞાનિકોએ H1N1 ફ્લૂ, ચિકનગુનિયા,ટાઇફોઇડ સહિત 16 પ્રકારની રસી બનાવી છે. ભારતીય વૈજ્ઞાનિકના આ પ્રયોગથી ફરી એક વાર આશા જાગી છે કે દેશ અને દુનિયાના લોકો કોરોના વાયરસને ટૂંક સમયમાં હરાવી શકશે.