પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીને લઈને ચાલી રહેલા સસ્પેન્સ ઉપરથી પડદો ઊંચકાઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી તેઓ કાર્યભાર સંભાળશે. પ્રિયંકા ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીને પૂર્વ યૂપીનું સુકાન મળ્યા બાદ ફરી એકવાર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. મૂળે, સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના કારણે તેમનું ચૂંટણી લડવા પર સસ્પેન્સ છે, ત્યારબાદ કોંગ્રેસી નેતા સતત કહી રહ્યા છે કે જો સોનિયા ગાંધી ચૂંટણી નથી લડે તો ગાંધી પરિવારનું જ કોઈ સભ્ય ચૂંટણીમાં ઉતરશે.