Home » photogallery » national-international » PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

ભોજપુર (બિહાર)માં સંકટ હરણ હનુમાનજી પર છેલ્લા ત્રણ દાયકાથી છવાયેલા સંકટના વાદળ મંગળવારે હટી ગયા છે. છેલ્લા 29 વર્ષથી પોલીસની કેદમાં રહેલા હનુમાનજી પાછા પોતાના ઘરે પરત ફર્યા છે. આ બધુ હર્ષોઉલ્લાસ સાથે અને વાજતેગાજતે થયું હતું. રિપોર્ટમાં જાણીશું કે, કેવી રીતે કેદ થયા અને ભગવાનને કોણે મુક્ત કરાવ્યા. (રિપોર્ટ- હિમાંશુ પ્રવીણ)

  • Local18
  • |
  • | Arrah, India

  • 15

    PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

    ભોજપુરના બડહરા પ્રખંડમાં આવેલ કૃષ્ણગઢ પોલીસ ચોકીના માલખાનામાં છેલ્લા 29 વર્ષથી બંધ ભગવાન હનુમાન અને રામાનુજ સ્વામીને મુક્તિ મળી છે. અષ્ટધાતુથી બનેલી મૂર્તિને આરા કોર્ટના આદેશ બાદ મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતા, જે બાદ સ્થાનિક લોકો ખુશીથી ઝુમવા લાગ્યા હતા. આ દરમિયાન સમગ્ર પરિસરમાં લોકો માલખાનામાંથી નીકળેલા હનુમાનજી અને રામાનુજ સ્વામીની મૂર્તિઓના દર્શન કરવા માટે ઉમટી પડ્યા અને ત્યાં જ પૂજા અર્ચન શરુ થયા હતા.

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

    હકીકતમાં જોઈએ તો, બડહરાના કૃષ્ણગઢ પોલીસ ચોકીમાં પૂર્વી ગુંડીમાં દક્ષિણ ભારતના મંદિરની શૈલીમાં બનાવવામાં આવેલ રંગનાથ મંદિરથી 1994માં ચોરો દ્વારા ચોરી થઈ ગઈ હતી. ભગવાન હનુમાન અને રામાનુજ સ્વામીની અષ્ટધાતુની મૂર્તિ ચોરીના થોડા મહિના બાદ જપ્ત થયા બાદ પોલીસ ચોકીના માલખાનામાં રાખવામાં આવી હતી. ચોરી થયેલી આ મૂર્તિને ચોરી બાદ પોલીસે આરા શહેરના સિંગહી ગામના એક બગીચામાં રખાવી.

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

    આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે, ઘણા પ્રયાસ બાદ પોલીસ દ્વારા મૂર્તિની સુરક્ષા ગેરેન્ટી આપ્યા બાદ તેને રિલીઝ કરવાની વાત સામે આવી. પણ તેના પર પ્રશાસન તૈયાર નહોતું. જે બાદ આ બંને મૂર્તિઓ કેદ હતી. લગભગ 11 મહિના પહેલા મહાવીર મંદિર ન્યાસ સમિતિના સચિવ આચાર્ય કિશોર કુણાલે બંને મૂર્તિઓ વિશે જાણકારી આપતા તેમને ભોજપુર પોલીસનો સંપર્ક સાધ્યો.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

    મંગળવારે ભગવાન હનુમાન અને રામાનુજ સ્વામીની મૂર્તિઓને પરત આવતી હોવાના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ. પૂર્વી ગુંડી પંચાયત અને આજૂબાજૂના વિસ્તારના લોકો ભીડ કૃષ્ણગઢ પોલીસ ચોકીએ ઉમટી પડી. બાદમાં પૂજા અર્ચના કરી ભગવાનની આ મૂર્તિ વાજતે ગાજતે મંગળવારે પાછી રંગનાથ મંદિર લાવવામાં આવી.

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: 29 વર્ષથી જેલમાં કેદ હતા હનુમાન દાદા, મંગળવારે જેલમાંથી છુટ્યા બાદ મંદિરે પરત ફર્યા

    પોલીસસ્ટેશનના ઈન્ચાર્જે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમના ઈન્ચાર્જ રહેતા વર્ષોથી બંધ ભગવાનની બંને મૂર્તિ બહાર નીકળી અને તેમના દર્શન કરવા તે ખુશીની વાત છે. આ બાજૂ ભગવાન વર્ષો બાદ મુક્ત થવાના સમાચાર મળતા લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા.

    MORE
    GALLERIES